દારૂલ ઉલુમ નુરે મોહમંદી દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ

921

ભાવનગર શહેરના ચાવડીગેટ, બાપુની વાડીની બાજુમાં આવેલ દારૂલ ઉલુમ નુરે મોહમંદી દ્વારા ૧પમી ઓગષ્ટ સ્વતંત્ર દિન- રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજંદવંદન અને રાષ્ટ્ર ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૈયદ અયુબબાપુએ રાષ્ટ્રધ્વંજ ફરકાવી સલામી આપી હતી જયારે ખાસ અતિથિ વિશેષ પદે પુર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જયારે મુખ્ય વકતા હઝરત મૌલાના ચશ્તીસાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે ઘાંચીવાડ મજીસ્દના પેશ ઈમામ મૌલાના ઈસ્હાક, મૌલાના જાબીર નુરી, દારૂલ ઉલુમના મુફિત સાહેબ, કારી સાહેબ અને મૌલાના તેમજ મદ્રેસાના ભાઈઓ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. દારૂલ ઉલુમના તુલ્બા અને ડેવલોપમેન્ટ સેન્ટરની વિદ્યાર્થીઓ તથા સંચાલક બસીરાબેન સહિતનાએ સારી જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાફીઝ આફતાબ આલમ ઉસ્માનીએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સલાતો-સલામ અને દેશની કોમી એકતા, ભાઈચારા અને ખેલાસ માટે દુવા કરી આપણો દેશ પ્રગતિ કરે, વિકાસ કરે, તેવી અને દેશના શહીદો માટે ખાસ દુવાઓ કરવામાં આવી હતી.