શમીને રાહત : અલીગઢ કોર્ટે હસીન જહાંનો ભરણપોષણનો દાવો નકાર્યો

1396

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સમીને કોર્ટથી ખુબ જ મોટી રાહત મળી છે. તેની પત્ની હસીન જહાંએ સમી પર ભરણપોષણનો દાવો કર્યો હતો. તેમા અલીગઢ કોર્ટે હસની જહાંના દાવાને અવગણી દીધો છે. હસીને મોહમ્મદ સમીથી ભરણપોષણ તરીકે પ્રતિ મહિનો ૭ લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે જજ નેહા શર્માએ તેની દીકરીના ભરણપોષણનો સ્વીકાર કરી દીધો છે. સમીને કહેવાયું છે કે, પોતાની દીકરીને પ્રતિ મહિનો ૮૦,૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે આપવા પડશે.

સમીના વકીલે જણાવ્યું કે, તેનો ક્લાઇન્ટ પોતાની દીકરીને શરૂથી મેન્ટેનન્સ આપવા માટે તૈયાર હતો. આથી અમને કોઇ મુશ્કેલી નથી. પરંતુ જ્યાપે હસીન જહાંએ મૉડેલિંગ અને એક્ટિંગનું કરિયર શરૂ કર્યુ, સમીએ તેને મેન્ટેનન્સ આપવાથી ઇન્કાર કર્યો. હસીનના વકિલે કહ્યું કે, તેમની ક્લાઇન્ટે પોતાનો વ્યવસાય શરૂ કરવાની કોશિશ કરી છે પરંતુ હજુ સુધી શરૂઆત થઇ નથી. હસીન હવે હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, મોહમ્મદ સમીએ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે જ્યાં તે ટીમમાં ટેસ્ટ મેચની સીરિઝનો ભાગ છે. હાલમાં આ સીરિઝમાં બે ટેસ્ટ મેચ રમાઇ ચૂકી છે અને બંન્ને મેચોમાં ટીમ ઇન્ડિયા હારી ચૂકી છે. આ બંન્ને મેચોમાં સમીએ સારૂ પ્રદર્શન કર્યુ છે.

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સમીને કોર્ટથી ખુબ જ મોટી રાહત મળી છે. તેની પત્ની હસીન જહાંએ સમી પર ભરણપોષણનો દાવો કર્યો હતો.