શ્રેયસ પારિતોષિક સન્માન સમારોહ

1300

શ્રેયષ જૈન મિત્ર મંડળ ભાવનગર દ્વારા જૈન સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ૪૫મો શ્રેયશ પારિતોષિક સન્માન સમારોહ હિમાશુંભાઈ શાહનાં અધ્યક્ષ સ્થાને દિલીપભાઈ શાહની ઉપસ્થિતીમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં જૈન સમાજનાં ધો.૭ થી ગ્રેજ્યુએટ તથા ડિગ્રી અભ્યાસક્રમનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સમાજનાં ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કાંતિલાલ શાહ, મંત્રી કિરીટભાઈ વોરા, કન્વીનર નંદીશ ગાંધી, ભાવેશ કામદાર સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.