કપાસ ઉગાડનારા વિસ્તાર માટે સીનજેન્ટા દ્વારા ’વી કેર’ કેમપેઇનની શરૂઆત કરાઈ

802

સીનજેન્ટા  ઇન્ડિયા એ કપાસ ઉગાડનારા રાજ્યો પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાના, અને કર્ણાટક માટે ઓગસ્ટ ૧૬-૧૮, ૨૦૧૮ દરમિયાન ’વી કેર’ નામના અનોખા કેમપેઇન ની શરૂઆત કરી. પાક ઉગાડનારા, છંટકાવ કરનારા મજૂરો, શાળા ના વિદ્યાર્થીઓ, મુખ્ય સરકારી અધિકારીઓ, અને અન્ય સહયોગી લાગતા-વળગતા માટે પ્રશિક્ષણ અને જાગૃકતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો. કેસી રવિ, વાઇસ પ્રેસિડેન્ટ  – બિઝનેશ સસ્ટેનેબિલિટી, સીનજેન્ટા લી. એ જણાવ્યું કે, “અમે શ્રેષ્ઠ પદ્ધતિઓ પરની જાણકારીઓના વિસ્તૃત ફેલાવ પ્રતિ કાર્યરત છીએ જેથી પાક ઉગાડનારા લોકો ખેતીમાં ઉપયોગ માં લેવાતા માલસામાન ના સુરક્ષિત અને ઉચિત ઉપયોગ થી જોખમ ઓછું કરી શકે અને ઉપજ વધારી શકે.”

ત્રિદિવસીય  ’વી કેર’ કેમપેઇન શાળા ના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યપ્રદતા, પાક સંરક્ષણ ના ઉત્પાદનો નો સુરક્ષિત ઉપયોગ અને સંરક્ષિત સંગ્રહ  મુદ્દાઓ પર જાગૃકતા  કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી તેઓ તેમના પરિવાર ની સાથે આ જાણકારી ની વહેંચણી કરી શકે.  રાજકોટ શહેર ખાતે ના આ જાગૃતિ કાર્યક્રમ માં  ૩૫૦ થી વધુ ખેડૂતોની હાજરી જોવા મળી હતી જેમણે પૂરતી માહિતી મેળવી હતી.

સીનજેન્ટા ગુડ ગ્રોથ પ્લાન રેફરન્સ ખેતરો ની મુલાકાત દ્વારા પાક ઉગાડનારા લોકો ને લોક-બોક્સ સ્ટોરેજ યુનિટ, વ્યક્તિગત સંરક્ષણ ના સાધનો નો ઉપયોગ જેવી શ્રેષ્ઠ કારભાર પધ્ધતિઓ પણ દર્શાવવામાં આવી હતી. આમાં છંટકાવ કરનાર માટે છંટકાવ પધ્ધતિ, સંરક્ષણાત્મક સરંજામ અને ઉપયોગ ની પધ્ધતિઓ નું જીવંત નિદર્શન પણ સામેલ હતું. પાક ઉગાડનારા લોકો ને નિઃશુલ્ક રીપેર સેવા પ્રદાન કરવા માટે સ્પ્રે ઇકવીપમેન્ટ મેન્ટેનન્સ કેમ્પસ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા.

Previous articleદીપક કુમારે રાઈફલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
Next articleતમામ રસ્તા બંધ થશે તો સરકાર સંસદીય માર્ગે રામમંદિર બંધાવશે : કેશવ પ્રસાદ