ગુજરાતમાંથી એનસીપી ૧૦૦ બેઠકો પર વિધાનસભા લડશે : પ્રફુલ પટેલ

879
bhav17102017-2.jpg

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં હવે કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી હવે એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર થયુ છે. અને ગુજરાતમાં ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી લડશે તેમ એન.સી.પી.નાં નેતા અને પૂર્વ મંત્રી પ્રફુલ પટેલે આજે ભાવનગર ખાતે પત્રકારોને માહિતી આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થનાર છે ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો સક્રીય બન્યા છે ત્યારે એનસીપી પણ હવે ગુજરાતમાં સક્રીય થયુ છે. પૂર્વ કેબીનેટ મંત્રી, સાંસદ એવા એનસીપીનાં નેતા પ્રફુલ પટેલ આજે ભાવનગર આવ્યા હતા અને સર્કીટ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેમણે જણાવેલ કે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છેલ્લી ઘડીએ ગઠબંધન તોડીને તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેથી એનસીપીને નુકશાન થયેલ ત્યારે હવે એનસીપી એકલા હાથે રાજ્યમાં ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી લડશે ભાવનગર પૂર્વ પશ્ચિમ બન્ને બેઠકો પણ લડાવશે આગામી દિવોસમાં ઉમેદવારોની પસંદગી કરાશે  એનસીપી રાષ્ટ્રીય પક્ષ હોય ભાજપ કોંગ્રેસથી ત્રસ્ત બનેલી પ્રજાનો પુરતો સહયોગ મળશે તેમ જણાવ્યું હતું પાટીદાર, દલીત, રાજપુત સમાજ સહિત ભાજપ સામે નારાજ છે ત્યારે તેના માટે કોંગ્રેસ સીવાય એનસીપી સહારો બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Previous article કોળિયાક ગામે ધો. ૧ થી ૧ર સુધીની દિકરીઓનો સન્માન સમારોહ યોજાયો
Next article પૂજય મોરારિબાપુના વરદ હસ્તે આકાશદર્શન પુસ્તકનું વિમોચન