કોળિયાક ગામે ધો. ૧ થી ૧ર સુધીની દિકરીઓનો સન્માન સમારોહ યોજાયો

790
bhav17102017-5.jpg

તાજેતરમાં ભાવનગર તાલુકાના કોળિયાક ગામે કોળી જ્ઞાતિની વાડીમાં ગ્રામજનો દ્વારા દીકરો, દિકરી એક સમાન દિકરીને ભણાવો, બેટી બચાવો, બેટી પઢાવોના શિર્ક્ષક તળેધ ધોરણ ૧ થી ધોરણ ૧ર સુધીની દિકરીઓનો શૈક્ષણિક પ્રોત્સાહિત ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો.
એફ.વાય. પી.ટી.સી.-ર૦૧૭માં ગુજરાતમાં ફર્સ્ટ આવનાર અલ્પાબેન બાબુભાઈ સોલંકીને મહેમાનો અને ગામ આગેવાનો દ્વારા શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. સાથે સાથે કોળિયાક ગામનું અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ એવી દિકરી રૂકસાદ રફિકભાઈ સરવૈયા જેઓએ ભાવનગર જિલ્લા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિમાં એ-ગ્રેડ મેળવેલ તથા સુલેખન સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ તેમનું પણ મહેમાન અને ગ્રામ આગેવાનો દ્વારા સન્માન કરેલ. 
મુખ્યમહેમાન તરીકે દિવ્યેશભાઈ સોલંકી (યુવા કોળી સેના ગુજરાત પ્રમુખ), ધરમશીભાઈ ઢાપા, ગોવિંદભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહેલ. મહેબુબભાઈ (પ્રભાત ટ્રાવેર્લ્સ) ઉપસ્થિત રહેલ.  કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ જગદિશભાઈ સોલંકી, એકતા મંડળ પ્રમુખ દિનેશભાઈ જેઠવા, નવરાત્રી કમિટિ અધ્યક્ષ વિક્રમભાઈ સોલંકી, અરવિંદભાઈ સોલંકી, ભુરાભાઈ સોલંકી, રફિકભાઈ સરવૈયા, અન્સારભાઈ કાનાણી વગેરેએ જહેમત ઉઠાવેલ. 

Previous article અવનવી વેરાયટીઓ વાળા ફટાકડાની ખરીદી કરતા લોકો
Next article ગુજરાતમાંથી એનસીપી ૧૦૦ બેઠકો પર વિધાનસભા લડશે : પ્રફુલ પટેલ