ગાંધીનગરની સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો

842
gandhi11122017-7.jpg

વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમા સૂરજના દર્શન થવા મુશ્કેલ બની રહ્યા છે. વાતાવરણની અસરથી સિવિલમાં ઓર્થોપેડીક વિભાગમાં જોવા મળી રહી છે. 
વોર્ડમાં સામાન્ય દિવસો કરતા ૨૫ ટકા વધારે દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. ઓર્થો. વિભાગના હેડ ડૉ. બિમલ મોદીએ કહ્યુ કે, વાદળછાયા વાતાવરણમાં અકસ્માતમા ઓપરેશન કરાવેલા દર્દીઓને સાંધા જકડાઇ જવાની સમસ્યાઓ થતી હોય છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં મેડીસીન વિભાગમાં પણ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. જેમાં શરદી, ખાંસી અને સામાન્ય તાવના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. પરંતુ ઓખીની અસર હજુ પણ વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. 
સાથે સાથે લોકો ઉપર જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને હાડકાની બિમારીવાળા લોકોમા તેની અસર વધારે જોવા મળી રહી છે. સિવિલના ઓર્થોપેડીક વિભાગમાં હાલમા હાડકાની સામાન્ય બિમારીનેલઇને રોજના ૧૦૦થી ૧૨૦ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. જેમાં શરીરમાં કળતર થવાની અને ચાલવા મુશ્કેલી અનુભવાની ફરિયાદ વધારે સાંભળવા મળી રહી છે.
સિવિલમાં ઉનાળાના દિવસોમાં શરદી, ખાંસી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ત્યારે તેની સાથે સાથે ઓર્થોપેડીક વિભાગમાં પણ ઘટાડો થાય છે. ઓર્થોપેડીક વિભાગમાં સામાન્ય દિવસોમાં ૭૦-૮૦ દર્દીઓની ઓપિડી હોય છે. પરંતુ હાલમા બદલાયેલા વાતાવરણના કારણે ૧૦૦-૧૨૦ દર્દીઓની ઓપિડી જોવા મળી રહી છે. 
શિયાળાની ઋુતુ દરમિયાન સંધિવાના દર્દીઓની સમસ્યામા કુદરતી વધારો થાય છે. જ્યારે નાની ઉંમરમાં ઓપરેશન કરાવ્યુ હોય તેવા દર્દીઓની ઉંમર વધતા પીડામાં વધારો થાય છે. તેવા દર્દીઓને પણ સારવાર લેવી પડતી હોય છે. પરિણામે દર્દીઓનો ધસારો વધારે જોવા મળતો હોય છે.

Previous articleહેત ફાઉન્ડેશન દ્વારા માનસિક વિકલાંગતા દિવસની ઉજવણી
Next articleસેકટર ૩૦ પાસેથી સર્વેલન્સ ટીમે સાહિત્ય પકડયું