અવનવી વેરાયટીઓ વાળા ફટાકડાની ખરીદી કરતા લોકો

764
bhav17102017-4.jpg

દિવાળીના તહેવારનું નામ પડતા જ સૌને ફટાકડા જ યાદ આવે ફટાકડા ફોડ્યા વિના દિવાળીની ઉજવણી અધુરી કહેવાય છે. દિવાળી નિમિત્તે શહેરનાં જવાહર મેદાન ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ થઈ રહ્યુ છે. જેમાં બાળકો માટેના ચાંદલીયા-રોલ, ફુલઝર, કોઠી, ચકરડી તેમજ યુવાનો માટનાં બોમ્બ, રોકેટ તથા આકાશમાં રંગબેરંગી કલર સાથે અવાજ કરતા વિવીધ વેરાયટીઓ વાળા ફટાકડા બજારમાં ઉપલબ્ધ છે જવાહર મેદાનમાં ફટાકડાનાં સ્ટોલ ઉપરાંત મોતીબાગ રોડ, રૂપમ ચોક, હાઈકોર્ટ રોડ, આંબાચોક, વાઘાવાડી રોડ, સંસ્કાર મંડળ, આતાભાઈ રોડ, નિલમબાગ રોડ, ચીત્રા સહિતનાં વિસ્તારોમાં પણ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો પોતાની અનુકુળતા અને બજેટ માફક ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.     તસ્વીર : મનીષ ડાભી

Previous article શહેરમાંથી ૫૦ થી વધુ વાહનો ડીટેઈન
Next article કોળિયાક ગામે ધો. ૧ થી ૧ર સુધીની દિકરીઓનો સન્માન સમારોહ યોજાયો