ભાવનગર શહેરમાં ટ્રાફીક નીયમોનું પાલન ન કરનારાં વાહન ચાલકોને આજરોજ ટ્રાફીક શાખાએ ૫૦થી વધુ વાહનો ડીટેઈન કર્યા અને સવાલાખથી ઉપરાંતનો દંડ વસુલ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીક જાગૃતી અંગે અનેક જાહેરાતો કાર્યક્રમો કરે છે. ઉપરાંત અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા ટ્રાફીક નીયમોનો પાલન કરવાનાં કાર્યક્રમો આપે છે છતાં શહેરમાં ટ્રાફીક અંગેની જાગૃતી લોકોમાં આવી ન હોય તેવું જણાઈ રહ્યું છે ભાવનગર ટ્રાફિક શાખા દ્વારા તહેવારો નીમિત્તે ખાસ ટ્રાફીક ડ્રાઈવ અડચન રૂપ તેમજ રીક્ષામાં નીયમથી વધુ પેસેન્જર બેસાડવા જરૂરી કાગળો, લાયસન્સ, પીયુ.સી.વિમો જેવા કાગળ ન હોય સહિતનાં નીયમભંગ બદલ ૫૦ થી વધુ વાહનોને ડીટેઈન કર્યા હતા જેમાં ૩૫ રીક્ષાઓ ૧૪ બાઈક અને એક મેજીકવાનને ટ્રાફીક શાખા દ્વારા ડીટેઈન કરી હતી. અને સવાલાખ ઉપરાંતનો દંડ વસુલ્યો હતો જેમા રૂા.૮૦.૬૦૦ આર.ટી.ઓ. શાખામાં દંડ ભરાયો હતો તેમજ ટ્રાફીક પોલીસ દ્વારા સ્થળ પર રૂા.૨૯.૧૦૦ દંડ વસુલ્યો હતો. અને ટ્રાફીકશાખા દ્વારા ડીપોઝીટ પેટે રૂા.૨૨.૫૦૦ જેવી રકમની વસુલાત કરી હતી આ ઉપરાંત રાહદારીઓને અડચણરૂપ પાર્ક કરેલી ફોરવિલને પણ ટ્રાફીક પોલીસ દ્વારા લોક કરી દંડની વસુલાત કરી હતી જેમાં ૨૭ ફોરવીલ પાસેથી રૂા.૨૭૦૦નો દંડ વસુલ્યો હતો ટ્રાફીક શાખાના પી.એસ.આઈ. સેંગલની કામગીરીથી પોલીસે આજે એક જ દિવસમાં સવાલાખ ઉપરાંતની દંડની નીયમ ભંગ બદલ વસુલાત કરી હતી.
ટ્રાફીક નિયમો અંગે પોલીસ કડક બનીને દંડનીય કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે જ્યારે ટ્રાફીક ડ્રાઈવ હજુ શરૂ રાખવામાં આવશે તેમ પણ જણાવાયુ છે.