રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે દેવકા આહીર યુવક મંડળ દ્વારા બીજા સમુહ લગ્ન યોજાયા જેમાં ૩૦ આહીર સમાજના યુગલોએ પ્રભુતામાં પગલા માડેલ જેમાં ખાસ દીકરીઓને આશીર્વાદ આપવા પુજયભાઈ રમેશભાઈ ઓઝા પધાર્યા ધારાસભ્ય તથા બાબુભાઈ રામ, સંતો મહંતોની હાજરી રહી હતી.
રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે આહીર સમાજની ૩૦ દિકરીઓના સમુહ લગ્નોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયા જેમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ૩૦ નવદંપતી યુગલોને આશીર્વાદ આપવા પધાર્યા તેમાં અનેક સંતો મહંતો ચાંદલીયા ડુંગરેથી થાનાપતિ મહંતની હાજરી તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાથે આહીર સમાજ અગ્રણી બાબુભાઈ રામ રામપરા વૃદાવન ધામના મહંત રાજેન્દ્રદાસ બાપુ, ખાંભલીયા રામાપીર જગ્યાના મહંત બીજલ ભગતની ઉપસ્થિતિમાં પુજયભાઈ રમેશભાઈ ઓજાએ કહેલ કે આ સમુહ લગ્ન જોતા હું ખુબ ખુશી અનુભવું છું. કારણ મને ખબર છે આહીર સમાજમાં એક લગનમાં અફીણ કાલા કે વ્યસનોમાં અન્ય વરણની એક દિકરી પરણી જાય તેટલો ખોટો ખર્ચ થતો હોય છે જે અતયારે તેમાંથી ૦ ટકા ખર્ચ વગર નવદંપતીઓ ખુશીથી પરણી જઈ મા-બાપ આશીર્વાદ આપે છે તેવું ભગીરથ કાર્ય કુ વ્યસનો ત્યાગ સહિત નિહાળતા ગર્વ અનુભવુ છું આ તકે માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા બાધાભાઈ લાખણોત્રા, દડુઆતા જોલાપર, નાથાઆતા વાધ, બીજલઆતા કથીવદર સહિત અનેક મહાનુભાવોનું સન્માન કરાયું જેમાં આ લગ્નોત્સવના આયોજક રામભાઈ નાજાભાઈ, દુલાઆતા, જીકારભાઈ, સુમરાભાઈ, ભોજાભાઈ, અરજણભાઈ માણસુરભાઈ તથા દેવકા ગામ સમસ્ત દ્વારા આ આયોજન કરનાર રમેશભાઈ ઓઝાએ પણ ધન્યાવાદ સાથે આર્શીવાદ આપ્યા હતાં.