દિવાનપરા રોડ પર જાહેરમાં જુગાર રમી રહેલા ૪ ઝડપાયા

1737

શહેરના દિવાનપરા રોડ પર નાળીયેરીવાળી વખાર પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોએ એસઓજી ટીમે ઝડપી લીધા હતા.

એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. નીતીનભાઈ ખટાણા તથા હેડ કોન્સ. હરેશભાઈ ઉલવાને મળેલ સંયુક્ત બાતમી આધારે દિવાનપરા, નાળીયેરીવાળી વખાર, હનુમાનજીના મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શબ્બીરભાઈ તૈયબઅલી રંગવાલા રહે.દિવાનપરા, આશાપુર ફર્નિચર પાસે, અબ્દુલભાઈ ઉર્ફે મીઠો હયાતભાઈ ઘોઘારી રહે.દિવાનપરા, મોમીનવાડ, આશીફભાઈ રજાકભાઈ ખોખર રહે.રૂવાપરી રોડ, જોગીવાડની ટાંકી પાસે, મેમણ જમાતખાના પાસે, અરવિંદભાઈ ચુનીલાલ રાજ્યગુરૂ રહે.પ્લોટ નં.૧૩૦, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, ટોપ થ્રી સર્કલ પાસેવાળાઓને રોકડ રૂા.૧૦,૮૦૦ તથા મોબાઈલ ફોન-૪ ગંજીપાના મળી કુલ રૂા.ર૪,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.