જિલ્લા જેલમાં ઈદ-ઉલ-અઝહાની કેદી ભાઈઓએ નમાઝ અદા કરી

1316

મુસ્લિમ બિરાદરોના સૌથી મોટા તહેવાર ઈદ-ઉલ-અઝહા નિમિત્તે આજે બુધવારે ભાવનગર જિલ્લા જેલના તમામ કેદીઓએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે સુન્ની દાવતે ઈસ્લામી સંચાલિત દારૂલ ઉલુમ કાદરીયા અમીપરા ભાવનગરના મુબ્બલીગ મોહંમદશકીલ ચીસ્તી ઈલીમીએ આ ઈદનું અને આજના દિવસનું મહત્વ સમજાવી કેદી ભાઈઓએ ઈદની નમાઝ પઢાવી હતી. જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન અને પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમે ઈસ્લામી સલામ પઢાવી હતી અને સામુહિક દુઆઓ કરી હતી. આ પ્રસંગે પૂર્વ નગરસેવક શબ્બીરભાઈ ખલાણી, આરીફભાઈ કાલવા, સોહીલભાઈ મુબ્લીગ, ભાવનગર જિલ્લા જેલ અધિક્ષક તરાલ, જેલર આર.સી. ચૌધરી, સુબેદાર પરસોત્તમભાઈ સોંદરવા, લીયાકખાન પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. કેદી ભાઈઓએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારક બાદી પાઠવી હતી. આજના ખુશીના દિવસે તમામ કેદી ભાઈઓને ખીર-ખુરમો ખવડાવી મોઢા મીઠા પણ કરાવવામાં આવ્યા હતા.

Previous articleનારી ચોકડી નજીક હોર્ડીંગ્સની એંગલ સાથે આધેડનો ગળાફાંસો
Next articleભાવનગરમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી