ડો.ગિરીશભાઈ વાઘાણીની ભાવનગર યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે વરણી

2177

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.શૈલેષ ઝાલાની મુદ્દત પૂર્ણ થતા કાર્યકારી કુલપતિ તરીકે ડો.ગીરીશભાઈ વાઘાણીની વરણી કરવામાં આવેલ જેને વિવિધ આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

ભાવ. યુનિ.ના કુલપતિ ડો.ઝાલાની આજે મુદ્દત પૂર્ણ થતા સાંજે તેમણે હોદ્દા ઉપરથી ચાર્જ છોડ્યો હતો તેના સ્થાને સ્વામી વિવેકાનંદ હોમીયોપેથી મેડીકલ કોલેજના અધ્યક્ષ એવા ડો.ગીરીશભાઈ વાઘાણીની વરણી કરવામાં આવતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ચાર્જ છોડતા ડો.ઝાલાએ કાર્યકારી કુલપતિ ડો.વાઘાણીને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષ, વિવિધ કોલેજના આચાર્યો, સંચાલકો, તબીબો, વકીલો, એસી-ઈસી સભ્યો, વહિવટ કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડો.ગીરીશ વાઘાણી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના મોટાભાઈ છે. આથી રાજકિય આગેવાનોએ પણ ગીરીશભાઈને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleમ્યુ.ઘરવેરા વિભાગનાં અધિકારી ઝાપડીયાને સસ્પેન્ડ કરતા ચકચાર
Next articleચીનના સંરક્ષણપ્રધાન સાથે સીતારામનની વિસ્તૃત ચર્ચા