ટીમને હારનું કારણ પૂછ્યું તો જીત અપાવીઃ રવિ શાસ્ત્રી

1728

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્રથમ બે મેચમાં પરાજય મળતાં કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સામે સવાલ ઊઠયા હતા. પરંતુ, બુધવારે ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ૨૦૩ રનથી ઇંગ્લેન્ડને પરાસ્ત કરતા ભારતીય ટીમે પોતાના જીતલક્ષી ઇરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. આ મેચમાં વિજય થતા કોચ રવિ  શાસ્ત્રીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સતત બે મેચ હારી ગયા બાદ ખેલાડીઓ પાસે હાર થવા પાછળનું કારણ પૂંછયું  હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ શાનદાર પર્ફોર્મન્સ બતાવીને મેચ જીતી લીધી હતી. પત્રકાર પરિષદમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હા, અમે પ્રથમ મેચ હારી જવાને કારણે નિરાશ હતા. લોર્ડસના મેદાનમાં ભારતીય ટીમને કારમો પરાજય સહન કરવો પડયો. આ પછી અમારે કંઈક કરી બતાવવું હતું. મેં ખેલાડીઓ પાસે હાર પાછળનું કારણ માગ્યું હતું. જેની સામે ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામેની મેચ જીતી લીધી. એક કોચ તરીકે હું એક વિજયથી કંઈ વધારે માગી ન શકું. મને ભારતીય ટીમના ખેલાડીઓ પર ગર્વ છે, એક સાચી જવાબદારી સંભાળીને,ફાઇટ આપીને મેદાન પર રમ્યા હતા. વિદેશમાં ભારતીય ટીમનું પર્ફોર્મન્સ ધ્યાને લઈએ તો ખ્યાલ આવે કે તે સર્વશ્રેષ્ઠ ટીમ છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં પણ જીત મેળવી હતી પરંતુ, ઇંગ્લેન્ડ સામેની મેચનું મહત્ત્વ વધારે હતું. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં ટેસ્ટમેચમાં ભારતીય ટીમે દમદાર બેટિંગ કરીને ઇંગ્લેન્ડ સામે ૫૨૧ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

Previous articleકોહલીના નિશાના પર હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ, માત્ર ૬ રનની છે જરૂર
Next articleગોલ્ડન ગર્લ વિનેશ ફોગાટ પહેલવાન સોમવીર રાઠી સાથે સગાઈ કરશે