ભાવનગરમાં સૌરાષ્ટ્ર રીજીયોનલ કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૧૭નો થયેલો પ્રારંભ

2067
bvn832017-11.jpg

રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા અમલીકરણ સમિતિના માર્ગદર્શન તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર સંચાલિત બે દિવસની સૌરાષ્ટ્ર રીજીયોનલ કક્ષા કલામહાકુંભ સ્પર્ધાનો ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. 
તેમણે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યું હતું કે કલાનગરી ભાવનગર ખાતે યોજાયેલાં આ કાર્યક્રમ થકી કલાકારોને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહેશે. 
જિલ્લા યુવા વિકાસ અધિકારી ડો. અરૂણ જે. ભલાણીએ જણાવ્યું હ્‌તું કે તા. ૨ અને ૩ સપ્ટેમ્બર એમ બે દિવસ ચાલનારી  આ સ્પર્ધામાં ભાવનગર શહેર,ગ્રામ્ય, રાજકોટ શહેર ગ્રામ્ય, જામનગર શહેર,ગ્રામ્ય, જુનાગઢ શહેર,ગ્રામ્ય, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકાની ટીમોના કુલ ૬૩૦ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ભરત નાટ્યમ, વાંસળી, ગરબા સહિતની સ્પર્ધા યોજાઈ રહી છે. વિજેતા સ્પર્ધકો વડોદરા ખાતે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી સીમાબેન ગાંધી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article૧પ રાજ્યોની મુલાકાત લઈને ૪પ બાઈકીંગ ક્વિન્સ રાણપરડા પહોંચી
Next articleજિલ્લા જેલમાં કેદીઓ સાથે ઈદની ઉજવણી