સ્ક્વૉશમાં દીપિકા પલ્લીકલે બ્રોન્ઝ જીત્યો

978

ભારતીય સ્ટાર પ્લેયર દીપિકા પલ્લીકલ કાર્કિકને ૧૮માં એશિયન ગેમ્સની સ્ક્વૉશ મહિલા સિંગલ્સમાં સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને સતત બીજી વખત તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. દીપિકા પાસેથી મેડલની ઘણી અપેક્ષા હતી. મલેશિયન પ્લેયર ડેવિડ નિકોલ સામે દીપિકા હારી જતા તેને બ્રોન્ઝ મળ્યો હતો. મલેશિયાની ૩૪ વર્ષીય પ્લેયર નિકોલે સેમિફાઈનલ મેચમાં ૩-૦થી વિજય પ્રાપ્ત કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સમાં સાતમાં દિવસે ભારતનો આ પ્રથમ મેડલ હતો.

અગાઉ ઈંચિયોનમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં દીપિકા બ્રોન્ઝ મેડલ જીતી હતી. તેણે અગાઉના એશિયન ગેમ્સમાં મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તાજેતરમાં સિંગલ્સમાં ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રદર્શન દ્વારા જાપાનની મિસાકી કોબાયાશીને ૩-૦થી હરાવી હતી.

સ્ક્વૉશની દિગજ્જ ગણાતી નિકોલ એશિયન ગેમ્સમાં ચાર વખત ચેમ્પિયન રહી છે.

Previous articleહવે સિદ્ધાર્થ અને પરિણિતીની જોડી નવી ફિલ્મમાં સાથે રહેશે
Next articleભારતીય મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટરફાઇનલમાં