બોરતળાવ મફતનગરમાંથી ચાર જુગારીને SOGએ ઝડપ્યા

916

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહીલ ને મળેલ સંયુક્ત બાતમી આધારે બોરતળાવ મફતનગર જયવંતસિંહ ગોહિલની રહેણાંક ઓરડી પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા  બાબુભાઇ મેરાભાઇ મકવાણા,  સચીનગીરી કીશોરગીરી ગૈાસ્વામી, યોગેશભાઇ તુડાભાઇ બારૈયા, જયવંતસિંહ અમરસિંહ ગોહિલ ઉ.વ.૨૭ રહેવાસી તમામ બોરતળાવ મફતનગર ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૧૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન-૩, ગંજીપાના મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. ટી.કે.સોલંકી  પોલીસ કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા રાજદીપસિંહ ગોહીલ તથા યોગીનકુમાર ધાંધલ્યા  હારીતસિંહ ચૌહાણ  મહિપાલસિંહ ગોહીલ જોડાયા હતા.