યુએસ ઓપન રોમાંચક રીતે શરૂ : નડાલ, ફેડરર ફેવરીટ

1248

કરોડો ટેનિસ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુએસ ટેનિસ ચેમ્પિયનશીપ આજે રોમાંચક વાતાવરણમાં શરૂ થઇ હતી. આ વખતે યુએસ ઓપન ટેનિસમાં રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જોકોવિક તથા મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી છે જેથી આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જોકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જોરદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોકની ગણતરી કરવામાં આવનાર છે. ઇલેક્ટ્રોનિક લાઈનકોલ રિવ્યુ પણ તમામ મેચોમાં કોર્ટ ઉપર ઉપલબ્ધ રહેશે. જેના કારણે વધુ સરળરીતે સર્વિસના સંદર્ભમાં માહિતી મળી શકે છે. નડાલ અને ફેડરર યુગ હજુ ચાલી રહ્યો છે. આ બંને ખેલાડીઓ હજુ પણ પોતાની કુશળતા પુરવાર કરી રહ્યા છે. આ વખતે રાફેલ નડાલ પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે તથા રોજર ફેડરર બીજા ક્રમાંકિત ખેલાડી તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. નડાલ અને ફેડરર મેદાનમાં ઉતરી રહ્યા છે.

આનો મતલબ એ થયો કે આ વખતે રોમાંચકતા વધારે રહેશે. નડાલને આ વખતે હાલમાં જ વિમ્બલ્ડનમાં હાર થઇ હતી.  નોવાક જોકોવિક ફરી એકવાર ફોર્મ મેળવી ચુક્યો છે. આવી સ્થિતિમાં તે પડકાર ફેંકવા માટે સજ્જ છે. મહિલા વર્ગમાં પણ સ્પર્ધા વધારે રોચક રહેશે. આ વખતે ઇનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.