એશિયાડઃ પુરુષ હોકીમાં ભારતે શ્રીલંકાને ૨૦-૦થી હરાવી સતત ૫મી વાર જીત

1513

ભારતીય હોકી ટીમે ૧૮મા એશિયન ગેમ્સમાં ૧૦માં દિવસે પૂલ-એની મેચમાં શ્રીલંકાને ૨૦-૦થી હરાવી દીધું. તેની સાથે જ ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પૂલ મેચોમાં ભારત પોતાની તમામ મેચ જીતીને ટોપ પર રહ્યું. ભારતીય ટીમની આ સતત પાંચમી જીત છે. આ પહેલા તેઓ પૂલ-એમાં કોરિયાને ૫-૩, જાપાનને ૮-૦, હોંગકોંગને ૨૬-૦ અને ઈન્ડોનેશિયાને ૧૭-૦થી હરાવી ચૂક્યું છે. ભારતે આ એશિયાડમાં અત્યાર સુધી ૭૬ ગોલ થઈ ગયા છે.

ભારત તરફથી ૮ પ્લેયર્સે ગોલ કર્યા. સૌથી વધુ ૬ ગોલ આકાશદીપ સિંહે કર્યા. આ ઉપરાંત રુપિદંરપાલ સિંહ, મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે ૩-૩ ગોલ કર્યા. બીજી તરફ, લલિત કુમાર ઉપાધ્યાયે ૨, જ્યારે અમિત રોહિદાસ, વિવેક સાગર પ્રસાદ અને દિલપ્રીત સિંહે ૧-૧ ગોલ કર્યા.

ભારતીય હોકી ટીમે ૧૮મા એશિયન ગેમ્સમાં ૧૦માં દિવસે પૂલ-એની મેચમાં શ્રીલંકાને ૨૦-૦થી હરાવી દીધું. તેની સાથે જ ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પૂલ મેચોમાં ભારત પોતાની તમામ મેચ જીતીને ટોપ પર રહ્યું. ભારતીય ટીમની આ સતત પાંચમી જીત છે.

Previous articleભૂતપૂર્વ બૅટ્‌સમૅન ગોપાલ બોઝનું અવસાન
Next articleટીમ ઇન્ડીયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ફિટ જાહેર