હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ જીત્યો ગોલ્ડ

1044

એશિયન ગેમ્સ-2018ના 11માં દિવસે ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ટ્રિપલ જમ્પમાં અરપિંદર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરપિંદરે 16.77 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ભારતનો 10મો ગોલ્ડ મેડલ છે. ભારત 11 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 54 મેડલ બનાવી મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે. વિમેન્સ હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ બર્મને 800 મીટરની રેસમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. સ્વપ્નાએ બર્મને 800 મીટર રેસને 2.21.13 સેકન્ડમાં પુરી કરીને 808 અંક મેળવ્યા હતા અને સાત અલગ-અલગ ઇવેન્ટમાં કુલ 6026 અંક મેળવી ગોલ્ડ જીત્યો હતો.

Previous articleITR ફાઇલ કરવાનો છેલ્લો દિવસ ?
Next articleલાલુ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ નિકળ્યું