એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર સરિતાને મુખ્યમંત્રીએ એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

1394
એશિયન ગેમ્સ-2018માં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે.

ડાંગની સરિતા ગાયકવાડે 4×400રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં સરિતા સિવાય હિમા દાસ, પુવામ્મા અને વી કોરોથનો સમાવેશ થતો હતો.

સરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરીતાને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાના સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. ‘એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે કેરળ ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.

 

Previous articleસંબિત પાત્રાએ રાહુલ ગાંધીને કહ્યાં ‘ચાઈનીઝ ગાંધી’
Next articleકાશ્મીરની ઈરમ રાજ્યની પહેલી મહિલા પાયલટ બનશે