અલંગ શિપયાર્ડમાં પ્લોટ નં.૧૦૩માં લાગેલ જહાજમાં કામ કરી રહેલા બે મજુરો નીચે પટકાતા તેમના મોત નિપજવા પામ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ, અલંગ યાર્ડમાં પ્લોટ નં.૧૦૩માં લાગેલા જહાજના ચોથા માળે કામ કરી રહેલા બુધાભાઈ ધરમશીભાઈ કુડેચા ઉ.વ.૩૦ અને અલીઅહમંદ અનશા ઉ.વ.૩પ રે.બન્ને મણાર, તા.તળાજા ચાલુ કામે અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાતા બનાવ સ્થળે જ બન્નેના મોત નિપજયા હતા. બનાવની જાણ થતા અલંગ મરીન પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.
















