સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને ચોકલેટનો અન્નકુટોત્સવ ધરાવાયો

1366

સ્વામી હરિપ્રકાશદાસજીના શુભ સંકલ્થી તથા કો. સ્વામી. વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી તેમજ પૂજય લક્ષ્મીપ્રસાદ સ્વામીની અથાગ મહેનતથી સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન મંદિર – સાળંગપુરમાં તા. ૧-૯-ર૦૧૮ને શ્રાવણ માસના તૃતીયા શનિવારે ભવ્ય ચોકલેટ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ પ્રકારની ચોકલેટો દાદાને અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવે  તથા સવારે પ-૪પ શ્રી મંગળા આરતી તથા ૭-૦૦ કલાકે શણગાર આરતી તેમજ બપોરે ૧ર-૦૦ કલાકે ભવ્ય ચોકલેટનો અન્નકૂટ ધરાવી દાદાને ભવ્ય ચોકલેટ અન્નકૂટ આરતી કરવામાં આવે, બપોરે ૧ર-૦૦ થી પ-૦૦ સુધી દર્શનનો લાભ હજારો હરિભકતોને લીધેલ. વિશેષમાં મંદિરની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે સંપુર્ણ શ્રાવણ માસ નિમિત્તે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ.