સિહોર સ્વા. ગુરૂકુળમાં જન્માષ્ટમી મહોત્સવ

1955

સ્વામિનારાયણ ગુરૂકુળ સીહોરમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા હાઈસ્કુલ વિભાગમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવેલ જેમાં શાળાને આશોપાલવના તોરણ રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવેલ બાળકો દ્વારા પીરામીડ બનાવી બેથી ત્રણ માળ ઉચી માટલીને ફોડવાનો કાર્યક્રમ કરી મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવેલ સાથે શાળાના બાળકો કૃષ્ણ રાધા અને ગોવાળીયાના વેશભુષામાં તૈયાર થઈ આવેલ સાથે ગરબાની રમઝટ બોલાવેલ જાણે સિહોર ગુરૂકુળ મથુરા, વૃદાવન ગોકુલ બની ગયેલ હોય તેવું વાતાવરણ છવાઈ ગયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.

Previous articleઉપવાસ પર બેસવા જતા સાત પાટીદારોની અટકાયત
Next articleજન્મદિન નિમિત્તે રકતદાન કેમ્પ