પાલીતાણામાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી

1089

પાલીતાણા વિહિપ અને બજરંગદળ દ્વારા જન્માષ્ટમીના દિવસે ર૦મી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા લક્ષ્મીધામ મંદિરથી પ્રસ્થાન થયું. શહેરના વિવિધ રાજમાર્ગ પર ફર્યા. જેમાં મુખ્ય વિવિધ ફ્લોટ ધ્યાન કેન્દ્રીત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરમાં તમામ સમાજ, સંસ્થા દ્વારા શોભાયાત્રાને આવકારી હતી અને મેઈનબજાર સહિત રસ્તાઓમાં પ્રસાદી સ્ટોલ પણ ભક્તો દ્વારા ઉભા કરાયા હતા. ઝરમર વરસાદ વચ્ચે પણ ઐતિહાસિક શોભાયાત્રા કૃષ્ણમય બની રહી હતી. મોટીસંખ્યામાં આસપાસથી લોકો જોવા ઉમટી પડ્યા હતા. ભગવાનનો રથ પણ જોડાયો હતો. સાંજે પ કલાકે રાધાકૃષ્ણ મંદિરે શોભાયાત્રા પૂર્ણ થતા કાર્યકરોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમ છતા ગારિયાધા રોડ પાસે ટ્રાફિક જોવા મળ્યો હતો. પાલીતાણામાં લીંબુવાડી, ગોપાલ ધામ, રામી માળી જ્ઞાતિની વાડી, હવેલી સહિત ગામડામાં પણ રાત્રિના કૃષ્ણ જન્મોત્સવના વધામણાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

Previous articleધંધુકા તાલુકાના પાટીદારોએ અનામત મુદ્દે હાર્દિક પટેલને આપ્યું સમર્થન
Next articleકોળીયાક એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને મળે છે હેરાનગતિ હાડમારી : ખાતેદારો મુશ્કેલીમાં