શહેર-જિલ્લામાંથી શ્રાવણી જુગાર રમતા ૬૧ ઝડપાયા

1691

ભાવનગર શહેર-જિલ્લામાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે જુગારની બાજી માંડી બેઠેલા પ૮ ગેમ્બલરોને પોલીસે ડઝને’ક જેટલા દરોડા કરી રૂા.૪.૪૩ લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સુભાષનગર કિર્તી સ્કુલની પાછળ આવેલ મફતનગર વિસ્તારમાં જુગાર રમી રહેલા રમેશ મોહનભાઈ વાઘેલા, મુકેશ નરશીભાઈ ડોડીયા, મહેબુબ સુલતાનભાઈ શેખ, રાજુ બચુભાઈ મકવાણા, મહમદકાસમભાઈ અને બીપીન પુરણભાઈ ગોંડલીયાને ઘોઘારોડ પોલીસે રેડ કરી રોકડ રૂા.૩૯૮૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં જુગારની બાજી માંડી બેઠેલા યોગેશ ત્રિકમભાઈ રાઠોડ, હિતેશ અશોકભાઈ વેગડ, હરેશ દિનેશભાઈ વાઘેલા, કેતન રસીકભાઈ ડાભી, હતાહરઅલી ઈલીયાસભાઈ આગવાનને ઘોઘારોડ પોલીસે ૧ર,૮૪૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા તેમજ નિલમબાગ પોલીસના ડી-સ્ટાફે પૂર્વ બાતમી રાહે વડવા તલાવડી તાલુકા શાળા નં.૬ની સામે જાહેરમાં જુગાર રમતા દિનેશ મગનભાઈ પરમાર, મહેન્દ્ર મનસુખભાઈ સોલંકી, નરેશ ડાયાભાઈ ડાભી, ઈસ્માઈલભાઈ વલીભાઈ હમીદાણીને રોકડ રૂા.૭૯૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ કાળીયાબીડ સત્યનારાયણ સોસાયટી પાસે કંસારાના કાંઠા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રવિણ કાનાભાઈ મકવાણા, વિનુ ડાયાભાઈ ચૌહાણ, સુરેશ ધનજીભાઈ જાંબુચા, હિંમતભાઈ રાજાભાઈ ગોહેલ, ભીમજી કાનજીભાઈ વાચીયા, કાબા હીરાભાઈ મકવાણા, ભરત ગોવિંદભાઈ વાછીયા, જેન્તી પોપટભાઈ વેગડને નિલમબાગ પોલીસે ર૩,રપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને શહેરના ઘોઘારોડ કલ્યાણનગર બાલયોગીનગર, પ્લોટ નં.રપ૦ના અજયભાઈ દિપસિંહ સોલંકીના રહેણાંકી મકાનમાં એલસીબી ટીમે રેડ કરી અજય દિપસિંહ સોલંકી, રાજેશ મોહનભાઈ કુકડેજા, સતિષ નરેશભાઈ કટારીયા, મહેશ રતનમલ હાસેજા, લલીત ઉર્ફે લાલો ચંદુભાઈ સેવાણી, શંકર ઉર્ફે ઈસ્કી સુમારમલ રાજાઈ અને કિશન નામદેવભાઈ સાવલાણીને રોકડ, મોબાઈલ, ત્રણ સ્કુટર મળી કુલ રૂા.૩,૪૦,૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ સિદસર રોડ, ચંદ્રપ્રકાશ રેસીડેન્સીમાં રહેતા અકબરભાઈ અમરીશભાઈ કેશવાણીના મકાનમાં શ્રાવણ માસ નિમિત્તે જુગારની બાજી માંડી બેઠેલા પ્રિતેશ મુકુન્દભાઈ દિહોરા, અકબર અમરીશભાઈ કેશવાણી, વિશાલ હરેશભાઈ દિહોરા, રામદેવસિંહ બટુકસિંહ જાડેજા, નીતીન દ્વારકાદાસ ચાવડા, જસ્મીનબેન અકબરભાઈ કેશવાણી અને કુસુમબા બટુકસિંહ જાડેજાને રોકડ રૂા.૪૧,૯૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ શહેરના કરચલીયાપરા વાલ્કેટ ગેટ વિસ્તારમાં જાહેરમાં જુગટુ ખેલતા રોહિત રાજેશભાઈ બારૈયા, સંદિપ ભુપતભાઈ ડાભી, કૈલેશ જશવંતભાઈ પટેલ, સતિષ રામજીભાઈ વાઘેલા, હિરેન કાનજીભાઈ રાઠોડ, આસીફ હાજીભાઈ આરબીયાણી, રોહિત રમણીકભાઈ ચુડાસમા, કિરણ વાલજીભાઈ ગોહિલ, પિયુષ નટુભાઈ ચૌહાણ, દેવેન્દ્ર બાબુભાઈ ભીલ અને શહેજાદ ઈકબાલભાઈ દસાડીયાને એલસીબી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.૪૬,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને ઘોઘાના ખાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા બાબુ ભગવાનભાઈ ચુડાસમા, વિનોદ ભગવાનભાઈ ચુડાસમા, લાલજી શાંતિભાઈ પારેખ અને મહેશ બુધાભાઈને ઘોઘા પોલીસે રેડ કરી રોકડ રૂા.૩૬૦૦ સાથે ઝડપી લીધા હતા અને વલ્લભીપુરના પાટણા ગામે તીનપત્તીનો જુગાર રમતા સુરેશ ભીખાભાઈ, રાજેશ જેન્તીભાઈ, સંજય જેન્તીભાઈને રોકડ રૂા.૧૬૧૦ સાથે ઝડપી લીધા હતા તેમજ વલ્લભીપુર ટાઉન વિસ્તાર મફતનગરમાં જુગાર રમતા હરજી કાળુભાઈ, પંકજ કાળુભાઈ, રણજીત હકાભાઈ, પરેશ હકાભાઈ, વંશરાજ હિંમતભાઈને રોકડ રૂા.૩૪૪૦ સાથે ઝડપી લીધા હતા.