બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદારને આવેદન અપાયું

1526

આજે સમગ્ર ગુજરતમાં કોગ્રેસ દ્વારા ખેડૂતો ના દેવા માફી  કરવામાં આવે તવી માગ સાથે આજે ધરણા અને વિરોધ પ્રદશન કાર્યક્રમ યોજવામાં આવ્યા છે .જેને લઈ આજે બોટાદ જિલા કોગેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ મેર  તેમજ કોગ્રેસના આગેવાનો વિઠલભાઈ વાજા ,જિલા પચાયત ના સદસ્ય વનુંભાઈ કલોદરા , સહિત જિલા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો  આજે તાલુકા સેવા સદન ખાતે એકઠા થયા હતા  અને ખેડૂતો ના દેવા માફીની માગ સાથે  મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું .. જેમાં જણાવેલ કે રાજ્ય ની ભાજપ સરકાર ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી  વલણને લીધે રાજ્યના ખેડૂતો સહિત સમગ્ર પ્રજા  ત્રસ્ત બનેલી છે . ખેડૂતોના પાક વીમા ,વીજળી ,ખેત પેદાશના અપૂરતા ભાવ સહિત અનેક વિધિ સમસ્યાઓથી ગુજરાત રાજ્યના ખેડૂતો ઘેરાયેલા છે .તેવા વિવિધ પ્રશ્નો સાથે આવેદનપત્ર આપ્યું હત.