અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ અલગ કેમ નિયમ છે? : હરભજનસિંહ

1590

એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત ૧૫ સપ્ટેમ્બરથી દુબઇમાં થઇ રહી છે. પ્રથમ મુકાબલો બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે યોજાશે. ૧૯ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો થશે. એશિયા કપ માટે ભારતીય ટીમની ઘોષણા થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ત્યાં જ ટીમની ઘોષણાના ચાર દિવસો બાદ ક્રિકેટર હરભજન સિંહે બીસીસીઆઇના પસંદગીકારો પર ડબલ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. હરભજને એક બેટ્‌સમેનને સતત નજરઅંદાજ કરવામાં આવતા સવાલ ઉભા કર્યા છે. ભજ્જીએ પૂછ્યુ કે શું અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ કેમ નિયમ છે?

હરભજને એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ ટ્‌વીટ કર્યુ કે,’ટીમમાં (એશિયા કપ) મયંક અગ્રવાલ ક્યાં છે? આટલા રન બનાવ્યા બાદ પણ તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. મને લાગે છે કે અલગ-અલગ લોકો માટે અલગ અલગ નિયમ છે.

એશિયા કપ માટે ભારતીય ટીમ આ પ્રકારે છે :-

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયુડૂ, મનિષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ.