ધોની-રણવીરસિંહના ફોટા પર સાક્ષીએ કોમેન્ટ કરી, મારી ફેન મોમેન્ટ છે

2038

રણવિર સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની એ એકબીજાને જીમમાં વર્ક આઉટ કરતી વખતે મળ્યા હતા. અને સાથે પિક્ચર પોસ્ટ કર્યુ હતુ. તેનાં પર સાક્ષી ધોની એ કમેન્ટ કરી હતી કે આ તો મારી ફેન મોમેન્ટ છે.

બોલિવુડ સુપરસ્ટાર રણવિર સિંહ અને ભારતીય ક્રિકેટ ટીમનાં લિજેન્ડ મહેન્દ્ર સિંહ ધોની બન્ને મુંબઈ જીમમાં વર્ક આઉટ કરતાં જોવા મળ્યા હતા. અને તેનો ફોટો અભિનેતા એ સોશિયલ મીડિયા અકાઉંટ પર મુક્યો હતો જેમાં કેપ્શન હતું કે ગુડ ટાઈમ વીથ માહી ભાઈ લાયન હાર્ટેડ, એમ.એસ.ડી. પિક્ચરને ગણત્રીનાં કલાકોમાં જ બન્ને સેલિબ્રિટિનાં ફોલોઅર્સે લાઈક કર્યુ હતું. અને તેમાં ધોનીની પત્ની સાક્ષી એ કમેન્ટ કરી હતી કે મારા માટે આ ફેન મોમેન્ટ છે. એટલે કે તે રણવિર સિંહની ફેન છે. ફોટોમાં બન્ને એકદમ કુલ લાગી રહ્યા છે. માહીએ હુડી પહેર્યુ છે. તો રણવિર સિંહે તેમાં મુછો અને ચશ્મા પહેર્યા છે જે સંભવતઃ તેનો તેની આગામી ફિલ્મ સિમ્બા માટેનો લુક છે.

તેમજ તે બીજી વિવિધ ફિલ્મો જેમાં આલિયા ભટ્ટ સાથે ગલ્લી બોય તો સારા અલિ ખાન સાથે સિમ્બા તો વર્લ્ડ કપ વિજયની ૧૯૮૩ તો કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્ત કરી રહ્યો છે.