કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે અન્નકુટ ઉત્સવ યોજાયો

1481

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરમાં તા. ૮-૯-ર૦૧૮ને શ્રાવણ માસના અંતિમ શનિવારે ભવ્ય મીઠાઈનો અન્નકુટોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ પ્રકારની મીઠાઈઓ દાદાને અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવેલ તથા સવારે પ-૪પ શ્રી મંગળા આરતી તથા ૭-૦૦ કલાકે શણગાર આરતી તેમજ બપોરે ૧ર-૦૦ કલાકે ભવ્ય મીઠાઈ અન્નકૂટોત્સવ નિમિત્તે દાદાની ભવ્ય અન્નકૂટ આરતી બપોરે ૧ર-૦૦ કલાકે કરવામાં આવેલ મીઠાઈના અન્નકૂટના દર્શન બપોરે ૧ર-૦૦ થી પ-૦૦ ફળોત્સવ દૃશન, તેમજ વિવિધ ફુલોથી દાદાના મંદિરને સુશોભીત કરવામાં આવેલ આ ભવ્ય ઉત્સવનો લાભ હજારો હરિભક્તોએ લીધેલ. વિશેષમાં મંદિરની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે સંપુર્ણ શ્રાવણ માસ નિમિત્તે મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ.

Previous articleસિહોરમાં જિમ સેન્ટરનો પ્રારંભ
Next articleમહુવા MSB-9 કલસ્ટરનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું