સિદ્ધપુર નજીક  બે કાર ધડાકાભેર અથડાઇ બંને ચાલકોના મોત

1200

સિદ્ધપુરથી ચાર કિમી દૂર ધારેવાડા હાઈવે પર બે સેન્ટ્રો મોટરકાર ધડાકાભેર અથડાતાં ૨ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઇ હતી.પાલનપુર તરફ જતી કારનું સ્ટીયરીંગ લોક થઇ જતાં ડીવાઇડર કૂદીને રોંગ સાઇડમાં ધસી ગઇ હતી અને સામેથી આવતી કાર સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો બનાવની વિગત પ્રમાણે મૂળ સુઇગામ બનાસકાંઠાનો વતની અને હાલે ઉંઝા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો જયપાલ ઉમેદભાઈ રસીનભાઇ શનિવારે બપોરે આશરે ૧૨ઃ૨૦ કલાકે ઊંઝા તરફથી સેન્ટ્રો કારમાં પાલનપુર તરફ જઈ રહયો હતો ત્યારે ધારેવાડા પાસે કારનું સ્ટીયરીંગ અચાનક લોક થઇ જતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડીવાઇડર ક્રોસ કરી રોંગ સાઈડ ધસી ગઇ હતી

બનાસકાંઠાના છાપીથી આવતી બીજી સેન્ટ્રો કાર સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર બંને ચાલકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં જયારે છાપીની કારમાં સવાર અન્ય યુવકને સામાન્ય ઈજાઓ થઇ હતી.છાપીથી ગાંધીનગર જઈ રહેલી કારમાં બેઠેલા સલીમભાઈ કાસમભાઇ સિંધી ગાડીમાં ફસાઈ જવાથી લોકો દ્વારા તેમના મૃતદેહને જહેમતપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાતાં આસ-પાસથી લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઇ ગયા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જયારે બંને મૃતકોની લાશોને પીએમ માટે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ લઇ જવાઇ હતી.

Previous articleલોક મેળા સાથે  શ્રાવણ માસનું સમાપન
Next articleસરકારની નીતિ ખેડૂતો તેમજ  ગુજરાત વિરોધી : પરેશ ધાનાણી