રાજુલામાં સૌપ્રથમવાર ૬૧ લાખના ખર્ચે થનાર રોડનું ખાતમુર્હુત કરાયું

718

રાજુલાનગરપાલિકા અધિકારીઓએ ઈતિહાસ સજર્યો આઝાદી પછી સૌપ્રથમ વાર રૂા. ૬૧ લાખના ખર્ચે બનતા રોડના ખાત મુહુર્તમાં કોંગ્રેસ ભાજપ અને શહેરના વિકાસ બાબતે શહેરની નામાંકીત સંસ્થાઓના આગેવાનો આમંત્રીત કરાયા. બાબુભાઈ જોલંધરાના અધ્યક્ષ સાથે ઈતિહાસિક ખાત- કબ્રસ્તાનથી પુંજા બાપુ ગૌશાળા સુધી બાબતે રાજુલાની જનતામાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

રાજુલાનગર પાલિકા અધિકારી, પદાધિકારીઓએ વિકાસ બાબતે ઈતિહાસ સર્જયો આઝાદી પછી સૌપ્રથમવાર રૂા. ૬૧ લાખના ખર્ચે રોડ બનાવવા માટે રાજુલાનગરપાલિકા પ્રમુખ બાધુબેન વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને નવી નગરપાલિકાના તમામ પદાધિકારીઓ તમામ સભ્યોની બેઠક આ ખાતમુહુર્ત અગાઉ મળેલમાં રાજુલા શહેરના વિકાસ માટે સૌ પક્ષો સાથે મળી રાજુલા શહેરનો રૂંધાઈ રહેલ વિકાસને વેગ આપીએ આવા સુંદર વિચારોનો અમલ પણ ગઈકાલે કબ્રસ્તાનથી પુંજાબાપુની ગૌશાળા સુધીના રોડના ખાત મુહુર્તના અધ્યક્ષ તરીકે રાજુલા શહેર તાલુકાના વિકાસમાં ૪૦-૪૦ વર્ષથી જજુમતા માજી તાલુકા પ્રમુખ બાબુભાઈ જોલંધરા આહિર સમાજ અગર્ણી જે જે સર્વજ્ઞાતિને સર્વપક્ષોને પણ જનતાના હિતમાં સામેલ કરતા આવ્યા છે તે બાબુભાઈ જોલંધરા ઉપર નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ  ધાખડાની વિકાસશીલ કમિટિએ ભાર મુકી ઈતિહાસિક અને સૌનો સાથ સૌના વિકાસાર્થે આયોજન કમિટિ દ્વારા કોંગ્રેસ, ભાજપના આગેવાનો જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી બાબુભાઈ વાણીય, પ્રતાપભાઈ મકવાણા, તાલુકા સદસ્યો સહિત ભાજપ પક્ષના તેમજ કોંગ્રેસ પક્ષના બાબુભાઈ રામભાઈ રામ, તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર, કરશનભાઈ કળસરીયા, આહીર સમાજ અગ્રણી, માજી તાલુકા પ્રમુખ હનુભાઈ ધાખડા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દીપકભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ શહેરના વિકસાર્થે ચેમ્બર્સ ઓફ કોમર્સના મહામંત્રી બકુલભાઈ વોરા તેમજ રાજુલા શહેરના વિકાસમાં હર હંમેશ પ્રથમ નંબરે રહેલ અને અનેક સંસ્થાઓના અગ્રેસર એવા બીપીનભાઈ લહેરી સહિત તેમજ મુસ્લિમ સમાજ, વોરા સમાજ સહિતના પ્રમુખો હાજર રહેતા ઈતિહાસમાં સૌપ્રથમવાર રાજુલાના વિકસાર્થે રોડનું કામ થયેલ તેને તમામ પક્ષ અને સમાજે આવકારેલ છે.

Previous articleપીપાવાવ પોર્ટ અને રાજુલા ગાયત્રી શક્તિપીઠ દ્વારા નેત્ર નિદાન કેમ્પ
Next articleએલ.પી.જી. સિલિન્ડર ગો ગેસ ઇલાઇટ હવે ગુજરાત માં ઉપલબ્ધ