બરવાળા ખાતે ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણાથી અકસ્માતનો ભય

1450

બરવાળામાં ભુગર્ભ ગટર યોજના અન્વયે શહેરમાં ગટરના ઢાંકણા તુટી ગયેલ, લાઈનો બ્લોક થઈ જઈ તેમજ કુંડીઓ ચોકઅપ થઈ જવા અંગે અનેક ફરીયાદો ઉઠવા પામેલ છે.જે ફરીયાદોનું અમલીકરણ એજન્સી બરવાળા પાણી પુરવઠા બોર્ડ ધ્વારા સમયસર નિકાલ કરવામાં નહિ આવતા શહેરી જનોમાં ભારે રોષ વ્યાપી ગયેલ છે.

બરવાળા શહેરમાં આવેલ રોકડીયા હનુમાનજીથી મેઈન બજારના બાયપાસ રસ્તા ઉપર રાવળશેરીના નાંકે રફીકભાઈ બાવનકાના ઘર પાસે ભુગર્ભ ગટરની કુંડી ઉપરનુ ઢાંકણું છેલ્લા ઘણા સમયથી તુટી ગયેલ છે જે તુટી ગયેલ ઢાંકણું મેઈન રસ્તા ઉપર હોવાથી વાહન ચાલકોની અવર-જવર વધારે પ્રમાણમાં રહેતી હોય છે રાત્રીના સમયે અંધારામાં બાઈક ચાલકો કુંડીમાં પડયા હોવાના પણ બનાવ બનેલ છે.અને તુટેલા ઢાંકણાના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શકયતાઓ રહેલી છે.તેમજ આ વિસ્તારના નાના બાળકો રસ્તા ઉપર રમતા હોવાથી બાળકો ગટરની કુંડીમાં પડી જવાની શકયતાઓ રહેલી છે.આ અંગે રજુઆત કરવામાં આવેલ હોવા છતા તંત્ર ધ્વારા ગટરનું ઢાંકણું નાખવામાં ન આવતા ભારે રોષ વ્યાપી ગયેલ છે.

બરવાળા શહેરી વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાના કામની અમલીકરણ એજન્સી તરીકે બરવાળા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યરત છે જે કામ ચાલુ થયુ ત્યારથી જ શહેરના નાગરિકો ધ્વારા કામને લઈને ફરીયાદ કરતા રહયા છે ત્યારે હાલ પણ કામને લઈને ગટરના ઢાંકણા તુટી જવા,લાઈનો બ્લોક થઈ જઈ તેમજ કુંડીઓમાં ગટરના પાણી ઉભરાઈ જવા જેવી રજુઆતો તંત્રને કરવામાં આવે છે અને તંત્ર ધ્વારા આવી રજુઆતોનું તાત્કાલીક નિરાકરણ કરવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયેલ છે.આ અંગે તંત્ર ધ્વારા રજુઆતોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે તેવુ શહેરીજનો ઈચ્છી રહયા છે.

રજુઆત મળ્યે કાર્યવાહી થશે

અમારા સુધી હજુ કોઈ રજુઆત આવેલ નથી રજુઆત મળ્યે અત્રેથી તુરંત જ કાર્યવાહિ કરવામાં આવે છે.

– જે.પી.ચુડાસમા (ના.કા.પા.ઈ.)

Previous articleદામનગરમમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleસુભાષનગર સ્મશાન પાસે આઈશર-બાઈકનો અકસ્માત