નિર્મળનગર ખાતેથી દેશી તમચા સાથે શખ્સ ઝબ્બે

1507

શહેરના કુંભારવાડા અપનાનગર વિસ્તારમાં રહેતા શખ્સને એસઓજી ટીમે દેશી તમચા સાથે નિર્મળનગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર  ડી.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ. જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ નિર્મળનગર, અપ્સરા સિનેમા પાસેથી આરોપી અસ્પાક ઇસ્માઇલભાઇ બાતવીલ ઉ.વ.૨૩ રહેવાસી કુંભારવાડા, માઢીયારોડ બાથાભાઇનો ચોક અપનાનગર, કુંભારવાડા ભાવનગરવાળાને એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.