શતરંજ માસ્ટર શ્રેયસ રોયલના કારણે બ્રિટને વિઝાના નિયમો બદલ્યા..!!

1072

પ્રતિભાશાળી વ્યક્તિ તરફ સૌ આકર્ષાય છે. ૯ વર્ષના ભારતીય બાળકની પ્રતિભાથી બ્રિટન આશ્ચર્યચકિત થયું છે. આ બાળકની પ્રતિભાથી વિશ્વ પણ ચકિત છે. એને ભવિષ્યનો વિશ્વનાથ આનંદ માનવામાં આવે છે. ૯ વર્ષના આ ભારતીય બાળકના શતરંજમાં માસ્ટરીને કારણે બ્રિટન જેવો દેશ એટલો પ્રભાવિત થયો કે એણે પોતા વિઝા નિયમમાં ફેરફાર કરી દીધો.

૯ વર્ષ ના આ ભારતીય બાળકનું નામ શ્રેયસ રોયલ છે. એ લંડનમાં રહે છે અને સ્કૂલ કક્ષાની શતરંજની કેટલીયે સ્પર્ધા જીતી છે. શ્રેયસ પોતાની ઉંમરની શ્રેણીમાં વિશ્વભરમાં શતરંજ ના રેન્કિંગમાં ચોથા ક્રમે છે. એનું સપનું ગ્રાન્ડ માસ્ટર બનવાનું છે. એ સંપૂર્ણ રીતે અંગ્રેજ બની ગયો છે. એને હિન્દી આવડતું નથી, મસાલાયુક્ત ફૂડ પસંદ નથી.તે શતરંજમાં સતત આગળ વધતો રહે એટલે એના પેરેન્ટસ બ્રિટનમાં જ રહેવા માંડ્યા અને ભવિષ્યમાં પણ ત્યાં રહેવા ઈચ્છે છે. બેંગલુરુમાં જન્મેલો શ્રેયસ ત્રણ વર્ષનો હતો, ત્યારથી લંડનમાં છે. એના પિતાના વર્ક વિઝા આ વર્ષ સપ્ટેમ્બરમાં ખતમ થઈ રહ્યા છે. એટલા માટે નિયમ અ્‌નુસાર આ પરિવારે ભારત આવવું પડશે. પરંતુ કહેવાય છે ને કે તમે કોઈ ચીજને દિલથી ચાહો તો આખી દુનિયા તમારી પડખે ઉભી રહી જાય છે. બસ શ્રેયસના કિસ્સામાં પણ એવું થયું.

બ્રિટનનું શતરંજ જગત મીડિયા, રાજકારણીઓ સહિત સૌ શ્રેયસની પડખે આવી ગયો અને બ્રિટનના ગૃહમંત્રાલય સમક્ષ આ મામલાને જોરશોરથી રજૂ કરવામાં આવ્યો કે, ‘અસાધારણ પ્રતિભા’ને બ્રિટને ગુમાવવી જોઈએ નહીં. છેવટે બ્રિટનની સરકારે આ રજૂઆતને માનવી પડી. આ પરિવાર ભારત પરત આવવા સામાન પેક કરી રહ્યો હતો, ત્યારે ન્યૂઝ આવ્યા કે આ શ્રેયસનો પરિવાર આગળ પણ બ્રિટન રહી શકશે.બ્રિટનના ગૃહપ્રધાન સાજિદ જાવિદે કહ્યું કે, મેં વ્યક્તિગત સ્તર પર આ નિર્ણય લીધો છે. કારણ કે શ્રેયસ પોતાની પેઢીના સૌથી પ્રતિભાશાળી ખેલાડી પૈકી એક છે.

Previous articleસિક્વલ ક્વીન તરીકે તેની છાપ ઉભરી : કૃતિ ખરબંદા
Next articleનવા કેપ્ટનને વર્લ્ડકપ સુધી જરૂરી સમય મળે માટે મેં કેપ્ટન્સી છોડી : મહેન્દ્રસિંહ ધોની