સુભાષનગરના મફતનગરમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા

1073

સુભાષનગરમાં વાઘેલા મંડપવાળા ખાંચામાં મફતનગર ખાતે તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

એસઓજી શાખાના પોલીસ સબ ઈન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના હેડ કોન્સ. હિતેશભાઈ મેર તથા પોલીસ કોન્સ. નીતીનભાઈ કનુભાઈ ખટાણાને મળેલ બાતમી હકિકત આધારે ભાવનગર સુભાષનગર, વાઘેલા મંડપવાળા ખાંચામાં મફતનગર કાળુભાઈ બારૈયાના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કાળુભાઈ બાબુભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ ધીરૂભાઈ બારૈયા, રાજેન્દ્રસિંહ રાજભા બચુભા ગોહિલ, હરેશભાઈ ધનજીભાઈ મકવાણા, મથુરભાઈ ઠાકરશીભાઈ બારૈયા તમામ સુભાષનગરવાળાઓને રોકડ રૂપિયાની ૧૭,૮૦૦ તથા મોબાઈલ ફોન-પ તથા ગંજી પાના મળી કુલ રૂા.૩૦,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવેલ.