મહુવા કૈલાસ ગુરૂકુળમાં મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૧૮નો પ્રારંભ થયો

1151

આજના વીજ્ઞાનમાં મુળમાં પડેલ ઋષિ વિજ્ઞાનના રહસ્યો મહુવામાં મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્રમાં વિદ્વાનો રસપ્રદ રીતે ખોલી રહ્યા છે. મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૧૮નો સાંજે મહુવામાં કૈલાસ ગુરૂકુળના જગદગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં હોય પ્રાગટય સાથે પ્રારંભ થયો છે, જેના વિષયમાં ઋષિ વિજ્ઞાન રહેલ છે.

બુધવારથી શુક્રવાર દરમિયાનના ત્રિ-દિવસીય સત્રના પ્રારંભે હરિષન્દ્રભાઈ જોષીએ ઋષિ અને વિજ્ઞાન સાથેનો આ સંસ્કૃત સત્ર વિશે હેતુ રજુ કર્યો હતો. આજે સવારે પ્રારંભના સત્રમાં સવારે સંગોષ્ઠી-૧માં ઋષિ પાણીની અને ભાષી વીજ્ઞાનના ઉદ્દબોધનના વૈદિક ગણિત સાથે ધ્વનિ વીજ્ઞાનની સમજ રજુ કરી હતી. ઋષિ કૌટિલ્યના અર્થ વિજ્ઞાન અંગે સુદર્શન આયંગરે દેશની સંપદાએ કૃષિ, પશુપાલન અને ન્યાપાર હોવાનું કહ્યું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખંડદર્શન છે.

દેવેશ મહેતાએ ઋષિ જૈમિનિ અને યજ્ઞ વિજ્ઞાન બાબતે યજ્ઞમાં માત્ર આકૃતિ આપવાના નહિ પરંતુ અક્ષગ્ર સમાષ્ટિના કાચાણનો ભાવ વર્ણવ્યો. તેમણે કહ્યું કે યજ્ઞએ મહાન કર્મ અને વ્યવસ્થા છે.  સવારની આ સંગોષ્ઠિનું સંચાલન વિજય પંડયાએ કર્યુ હતું અને પ્રાચીન ભારતે અદ્‌ભૂત બાબતો સિધ્ધ કર્યાનું જણાવ્યું હતું. બપોર પછી સંગોષ્ઠિ-રમાં વસંત પરીખના જ્ઞાન અને રમુજ સાથેના સંચાલનમાં વકતાઓ સાથે તેમનું ઉમેરણ સારૂ રહ્યું. ઋષિ ચરક અને આયુવિજ્ઞાન સંદર્ભે ઉદ્દબોધનમાં રોગ અને તેની ઉપચાર બાબતે સારો પ્રકાશ પાડ્યો. વિજય પંડયાએ બાદરાયણ અને આધ્યાત્મ વિજ્ઞાન સંદર્ભ વકતવ્ય્માં બાદરાયણ રચિત બ્રહ્મસુત્રએ ઉપનિષદ આધારિત હોવાનું અને આત્મ તથા બ્રહ્મ સંદર્ભે રજુઆત કરી. વકતા ઓમ પ્રકાશ પાંડેએ ઋષિ કપિલ અને સૃષિવિજ્ઞાન આગેવાન કરતા જણાવ્યું કે કપિલ કરે છે કે કશુક હોય તો જ કશુક હોય છે. તેમણે પ્રકૃતિના તમામ ભાગોને પોતાનો ધ્વનિ હોય છે. તેમ કહીં બ્રહ્માંડ, પૃથ્વી, નિહારીકા, સૃષ્ટિ રચના અંગે સમજાવ્યું. સંસ્કૃત સત્ર-૧૮માં ઋષિ વિજ્ઞાન વિષયના આ ઉપક્રમમાં આજના વિજ્ઞાનના મુળમાં પડેલ ઋષિ વિજ્ઞાનના રહસ્યો મહુવામાં વિદ્વાનો રસપ્રદ રીતે ખોલી રહ્યા છે.