ગ્રીનસીટી દ્વારા સ્ટીબાર્સ રી-રોલર્સના સૌજન્યથી વધુ રપ વૃક્ષોનું વૃક્ષારોપણ

622

મંગળવારે માધવદર્શનથી રબ્બર ફેકટરી રોડ પરના ડીવાઈડરમાં સ્ટીબાર્સ રી-રોલર્સના સીરાઝભાઈ માંકડાના સૌજન્યથી વધુ રપ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટીના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધીમાં આ ડીવાઈડરમાં ૭પ હનુમાન ચંપા વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ ગયેલ છે અને હજુ પ૦ વૃક્ષોનું વૃક્ષારોપણ થોડા દિવસમાં કરવામાં આવશે.

આ તબક્કે સીરાઝભાઈના સાળા હાતીમભાઈ કપાસીએ તેના તરફથી રપ વૃક્ષોનું અનુદાન જાહેર કર્યું હતું. આ વૃક્ષારોપણમાં સીરાઝભાઈ માંકડાનો સમગ્ર પરિવાર ખુબ જ આનંદ અને ઉલ્લાસથી જોડાયો હતો. અને પરિવારના દરેક સભ્યોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રૂહીબેન માંકડા, તેમનો પુત્ર સાહલ અને પુત્રી અલીશા તથા તેમના ભાઈ હાતીમભાઈ કપાસી ઉપરાંત રોટેરીયન પ્રોફેસર પુર્ણિમાબેન મહેતા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણના આ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, કમલેશભાઈ શેઠ, ઝેક જાલા, મેઘા જોષી, અલકાબેન મહેતા તથા મુકેશભાઈ પરીખ હાજર રહ્યા હતાં.