આંબલા ગામેથી યુવકની શંકાસ્પદ હાલતે લાશ મળી

1215

સિહોર સોનગઢના આંબલા ગામેથી યુવક લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે સમી સાંજના ૭.૨૬ કલાકે મળી રહેલા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોરના આંબલા ગામેથી યુવકની લાશ મળી છે હાલ લોકોના ટોળા જામ્યા છે ઘટનાને લઈ ભારે અરેરાટી મચી છે યુવક આંબલા ગામનો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે સોનગઢ પોલીસ અધિકારી વિહોલનો સંપર્ક સાંધ્યો હતો અધિકારી વિહોલે ઘટનાને સમર્થન આપ્યું હતું અને આંબલા ગામના કોઈ ઘર પાછળ યુવકની લાશ મળી છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ યુવક દલિત હોવાનું જાણવા મળ્યું છે યુવકે દવા પીધી હોવાનું પ્રાથમિક તારણ છે હાલ પોલીસે યુવકના પરિવારના સભ્યને ઘટનાની જાણ કરી છે તો બીજી તરફ યુવકે ક્યાં કારણોસર ઝેરી દવા પીઈને જીવન ટૂંકાવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ  અધિકારી વિહોલ અને ગૌતમ રામાનુજ ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.