દોડમાં વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

938

પંજાબના ૧૦૨ વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપની ૨૦૦મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી છે. આટલી ઉંમરે પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે તેઓ શુક્રવારે ટ્‌વીટર પર છવાઈ ગયાં છે અને લોકો ટ્‌વીટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા બાદ વડીલો મોટાભાગે નજીકના પાર્કમાં કે સડક પર ચાલતા જોવા મળતા હોય છે, ત્યારે પંજાબનાં ૧૦૨ વર્ષના મન કૌર આ ઉંમરે પણ થાકતા નથી અને દોડની સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે. મન કોરે આ સ્પર્ધા ૩ મિનિટ અને ૧૪ સેકન્ડમાં પુરી કરી હતી. મોડલ, અભિનેતા અને એથલીટ મિલિંદ સોમણે પણ તેમની આ સફળતા પર વિશેષ ટ્‌વીટ કરી હતી.

વર્લ્ડ માસ્ટર્સ ગેમમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ગેમ દરમિયાન પણ તેઓ ૧૦૦ મીટરની દોડમાં ટોચનાં સ્થાને રહ્યાં હતાં.

Previous articleઓસ્ટ્રેલિયન ખેલાડીએ મને ખુંખાર આતંકીના નામે બોલાવેલો : મોઈન અલી
Next articleફરી આવતા વર્ષે પધારવાનુ કહી વિસર્જન