તા.૧૭-૦૯-ર૦૧૮ થી ૨૩-૦૯-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1744

મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે ઘણા સમય પછી કાલ્પનીક ભય અને વિચારોની નિર્બળતાથી દુર રહી શકશો આત્મવિશ્વાસમા વૃદ્ધી થશે નવાકાર્યોની શરૂઆત શુભ રહેશે માત્ર પરાવલંબી ન બનવુ જરૂરી બનશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે સંતાનોની પ્રગતી જોઈ શકશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને રોગશત્રુ સામે વિજય મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બધવારના વ્રત અને પિપળાનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણની શરૂઆતથી જ દિન પ્રતીદીન બંધનયોગથી મુક્તિ મળશે તેથી ઘણા સમયથી રોકાયેલા કાર્યોને વેગ મળશે માત્ર શનીગ્રહની પનોતીનો કપરો સમય છે તેથી સફળતાની ગતી મંદ રહેશે તેથી ધીરજ કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સુચવે છે પરિવર્તન સંસારનો નિયમ છે માટે સપ્તાહની શરૂઆતથી જ એક પછી એક તકલીફો વધી શકે છે તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. માટે જે પરિસ્થિતી છે તે સાચવવા મા જ પ્રગતી કહી શકાય છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી તકલીફો મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર ગુરૂ શુક્રનો બંધનયોગ આપે છે તેમા પણ એક માસ માટે સૂર્ય ગ્રહનું ભ્રમણ કપરા કાર્યોને સરળ બનાવી શકે છે તેથી આત્મવિશ્વાસમા વૃધ્ધી થશે નવા કાર્યોનું આયોજન શુભ રહેશે માત્ર સદભાવના કેળવવી જરૂરી છે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નો હલ થઈ શકશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે સોમવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.
સિંહ (મ.ટ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બીજે સૂર્ય અને બારમે રાહુ અશુભ પાપકર્તરી યોગનુ નિર્માણ કરે છે તેથી સંપૂર્ણ માસ વાણીવર્તન અને મહત્વના નિર્યણોમાં સાવધાની રાખવી જરૂરી બનશે કાર્ય સફળતાના યોગ મળશે અચાનક સફળતાના યોગ પણ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે યાત્રા પ્રવાસ ધાર્મિક કાર્યોમાં આર્થઇક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મીશ્રફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મીત્રો આપની માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જ એક માસના સૂર્ય બુધના બંધનયોગથી મુક્તિ મળશે તેથી ઘણા સમયથી રાકોયેલા કાર્યોને વેગ મળશે માત્ર શનિ ગ્રહની પનોતીનો સમય છે તેથી વધુ પડતી અપેક્ષા અને ઉતાવળા સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યો નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ધીરજ રાખવી જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનીવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
તુલા (ર.ત.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનુ ભ્રમણ મંગળ કેતુ સાથે સૂર્ય બુધનો બંધનયોગ પણ મળી રહ્યો છે તેથી એક માસ માટે દરેક કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે જે પરિસ્થિતી છે તે સાચવવાથી લાભ છે મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણ મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની સલાહ લાભદાયી રહેશે. જાહેર જીવનથી અપયશ મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે રવીવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘણો સમય આર્થિક માનસીક અને શારિરીક તકલીફોમા પસાર કર્યો હશે અને હજુ શનીગ્રહની પનોતી અને ગુરૂગ્રહનો બંધનયોગ શરૂ જ છે. તેમ છતા પરાક્રમ સ્થાન અને લાભ સ્થાનથી પ્રબળતા દરેક કાર્યોમાં સફળતાના યોગ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મઍળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની પ્રગતી જોઈ શકશો જાહેર જીવનમાં પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કઠીન પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી તે શબ્દોને જીવનમા સાર્થક કરશો તો પ્રતિકુળ સમયમા પણ કાર્ય સફળતાના યોગ મેળવી શકશો માત્ર સફળતા હજુ થોડી દુર છે. તેથી નિરપેક્ષ ભાવના કેળવવી જરૂરી છે. સમય શુભ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોની પ્રગતી જોઈ શકશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જ બંધનયોગથી મુક્તિ મળે છે અને ભાગ્યસ્થાનમા સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ નસીબના સહકાર યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે માત્ર શનિગ્રહ પ્રગતી ધીમી ગતી આપે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને ભાઈ ભાડુનો સહકાર મળશે ભાગીદારમા વધુ પડતો વિશ્વાસ ન રાખવો જરૂરી છે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોેસાળ પક્ષતી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દિન પ્રતિદીન મુશ્કેલીમા વૃધ્ધી થઈ શકે છે જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શિવાદ હશે તો જ કાર્ય સફળતાના યોગ મળે છે કારણ સૂર્ય બુધ મંગળ અને કેતુનો બંધનયોગ પ્રતિકુળ સમયનો સામનો કરાવી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્ય બુધની દ્રષ્ટિ વધુ પડતો આત્મવિશ્વાસ અને અભીમાનનો ત્યાગ કરશો તો લાભ સ્થાનની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવી કાર્ય સફળતાના યોગ આપે છે નવા કાર્યોની શરૂઆત પણ રહેશે. શુભ મિલ્કત અને વારસાઈ કાર્યો અન્યની સલાહથી પૂર્ણ થઈ શકશે પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભ દાયી રહેશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચીનમાં માંગખુટ તોફાને મચાવી તબાહી