રાજ્યના તમામ વિભાગોની ખરીદી હવે GeM દ્વારા કરાશે : મુખ્ય સચિવ સિંગ

849

રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ GeM  દ્વારા કરશે તેમ, આજે મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeM ના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ  જે.એન.સિંગે જણાવ્યું હતું. GeMના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે. જેટલા વધુ ખરીદનાર અને વેચનાર આ GeMમાં જોડાશે તેટલું આ પ્લેટફોર્મ સફળ થશે જેથી તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યુ હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટપેલેસ GeM બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં ૬ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્‌સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે GeM ના રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. ય્ીસ્ ના પ્લેટ ફોર્મ થકી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યુ હતું.

શ્રીમતી રાધા એસ ચૌહાણે જણાવ્યું કે, જાગરૂકતાના સમયગાળા દરમિયાન જી.આઇ.એમ. પર કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-બોર્ડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોંચ કરવામાં આવી છે. વધારાના વર્ગોમાં ઑન-બોર્ડિંગ માટે વિક્રેતા રજિસ્ટ્રેશન ડ્રાઇવની પણ શરૂઆત થઈ રહી છે. અને તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનો, રાજ્યો અને તેમની એજન્સીઓ, સરકારી કચેરીઓ સહિત, જીઈએમ પર ઑન-બોર્ડિંગ માટે કી વિક્રેતાઓની સૂચિને શેર કરવા સાથે કાર્યરત કરવામાં આવશે. શ્રી રાધા ચૌહાણે ઉપસ્થિત અધિકારી અને વેપારીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તમામને GeM ની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા.

Previous article૩૦૦ કરોડ હેરોઈન કેસ : ગુજરાત એટીએસએ વધુ એક આરોપીને ઝડપ્યો
Next articleગુજરાત કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વિજળી પુરવઠો પુરો પાડે છે