આજથી બે દિવસીય વિધાનસભા સત્ર

761

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે ત્યારે આ સત્ર ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર બે દિવસના ગાળા દરમિયાન વિકાસલક્ષી કામગીરીના બિલ પસાર કરવાની યોજના બનાવી ચુકી છે. ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘેરાવથી સરકારને ઘેરવાના પ્રયાસ પણ કરવામાં આવશે. કોંગ્રેસ અને સરકાર આમને સામને રહે તેવી શક્યતા છે. સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત પણ કોંગ્રેસે કરી છે. આવી સ્થિતિમાં સત્ર ખુબ ઉપયોગી બની શકે છે. કોંગ્રેસના આક્રમક વલણને રોકવા માટે ભાજપ સરકારે પણ તૈયારી કરી છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા, બેરોજગારી અને ખેડૂત સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ પાર્ટી સજ્જ છે. વિરોધને ખાળવા રૂપાણી સરકારે કેટલાક બોલકા મંત્રીઓની ટીમ બનાવી આ બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકાર પોતાની વિકાસલક્ષી કામગીરીના વિધેયકો પસાર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે વિપક્ષના આક્રમક વલણ સામે ટકી રહેવા માટે તથા વિરોધ પક્ષના આરોપોને ખાળવા માટે રૂપાણી સરકારે પણ કેટલાક બોલકા મંત્રીઓ અને ધારાસભ્યોની ટીમ બનાવી છે.

ખેડૂતો, પાણી, અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકારને ગૃહમાં ઘેરશે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ આવતીકાલથી બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે.. ખાસ કરીને ખેડૂતો, પાણી, બેરોજગારી,  મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપબાજીઓ અને સરકારને ભીંસમાં મુકવા પ્રયાસો કરવામાં આવશે.  જેમાં વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર પર તડાપીટ બોલાવવામાં આવશે. તો બીજી તરફ વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે, પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.

વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્ર દરમિયાન ગૃહમાં થનારી કામગીરી અંગેની ચર્ચા કરવા માટે કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં નક્કી થયા મુજબ, ૧૮-૧૯ એમ બે દિવસ માટે વિધાનસભા સત્ર ભારે તોફાની બની રહેશે. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક અગત્યના બિલો રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવશે. બે દિવસની કામગીરીના એજન્ડા પ્રમાણે પ્રથમ દિવસ એટલે કે ૧૮મીએ શોક દર્શક પ્રસ્તાવ રજૂ થશે અને ત્યાર બાદ ૧૯મીના રોજ બે બેઠક મળશે. જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા અગત્યના વિધેયક રજૂ કરવા

ખેડૂતો મામલે સરકાર નિષ્ફળ : ધાનાણી

ખેડૂતોના મુદ્દે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોંફરેન્સ કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ખેડૂતો મામલે રાજ્ય અને કેન્દ્રની સરકાર નિષ્ફળ રહી છે. અત્યાર સુધી સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા નથી.

જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોના દેવા માફ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતોના મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. આ મામલે મંગળવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. ત્યાર બાદ ખેડૂતો આક્રોશ રેલીનુ આયોજન કરવામાં આવશે. આ રેલીથી ગામડાઓના ખેડૂતોના આવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Previous articleગુજરાત કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વિજળી પુરવઠો પુરો પાડે છે
Next articleયશવંતરાય નાટ્યગૃહ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો