સિહોરનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

891

શહેરના શિવાજસર્કલ પાસેથી એલસીબી ટીમે સિહોરના શખ્સની ચોરાઉટ મોટરસાયકલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાર  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, શિવાજી સર્કલ, સેન્ટ મેરી સ્કુલનાં દરવાજા સામે રોડ ઉપર આવતા પો.કો. ચિંતનભાઇ મકવાણાને ચોરાવ મો.સા. અંગે મળેલ બાતમી આધારે શંકાસ્પદ મો.સા. સાથે કુલદિપ ઉર્ફે લાલો અલ્પેશભાઇ ભગવાનભાઇ મકવાણા રહે.રાજીવનગર,ભાંગનાં કારખાના પાસે,શિહોરવાળો મળી આવેલ. તેની પાસે રહેલ સીલ્વર કલરનાં નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મો.સા. ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

ઇસમની મો.સા. બાબતે પુછપરછ કરતાં આજથી બે મહિના પહેલાં તેનાં મિત્ર ગૌતમ ઉર્ફે ભોલો રમેશભાઇ ચૌહાણ રહે.મારવાડીનગરની પાછળ,શિહોરવાળા સાથે મળી શિહોરથી ભાવનગર, સરદારનગર, વિદ્યુત સોસાયટી માં આવેલ એક મકાન પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleમોતીબાગ ખાતે ટાઉનહોલના બગીચામાં વરલી-મટકાનો જુગાર રમતા ૩ જબ્બે
Next articleગારિયાધારની મેઈનબજારમાં વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો