દેવળીયા ગામે શક્તિપુજન, સન્માન સમારોહ યોજાયો

731

તળાજા તાલુકાના દેવળીયા મુકામે કૈલાસવાસી જૈનતીગીરી ઉમેદગીરી ગોસ્વામીના યોજાયેલા ભંડારા – શક્તિ પુજન, ધર્મસભા – સન્માન સમારોહનો ભવ્ય  કાર્યક્રમ તળાજા તાલુકાના દેવળીયા ગામમાં કૈલાસવાસી જેન્તગીરી ઉમેદગીરી ગોસ્વામીનો ભંડારો – ધર્મસભા શક્તિપુજન, મહાપ્રસાદ, સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં રાખેલ હતો. સૌપ્રથમ સંતો-મહંતો મહામંડળના આગેવાનોનું સામૈયું કરવામાં આવેલ ત્યાર બાદ સભા મંડપમાં કૈલાસવાસીના ફોટાને દેવળીયા કામરોળ દાંત્રડના પરિવારોએ દીપ પ્રાગટય કરેલ ત્યાર બાદ પધારેલા મહેમાનોનું ફુલહાર અને શાલથી સન્માન કરેલ હતું. મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ મનસુખપરી આર. ગોસાઈના પ્રમુખ સ્થાને ધર્મસભા મળી હતી. જેમાં પરબતસિંહજી પી. ગોહિલ, વાસુદેવસિંહજી ગોહિલ દ્વારા કૈલાસવાસીને શ્રધ્ધાંજલિ  આપવામાં આવી હતી. મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર ટ્રેકટર્સ કંપનીમાં ર૬૦૦૦ મીકેનીકોમાં પ્રથમ નંબર લાવનાર મનસુખગીરી ઉમેદગીરી (દેવળીયાવાળાનું) અમરેલી દશનામ ગોસ્વામી સમાજ મહામંડળ દ્વારા શાલ ફુલહારથી કરવામાંઅ ાવેલ. દેવળીયા દશનામ ગોસ્વામી સમાજના યુવાન ભાવીનગીરી રમેશગીરી ગોસ્વામીનો અમરેલીમાં એલસીબીમાં નોકરી મળતા ગોસ્વામી સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.