ગણપતિ મહોત્સવ શિક્ષણ વિભાગ દ્વારા સફાઈનો નવતર અભિગમ

811

પંડિત દીન દયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નંબર ૧ અને મુક્ત જીવન સ્વામી પ્રાથમિક શાળા નંબર ૧૯ ના સહયોગથી ચેરમેન કિશોરભાઈ પીપાવત અને ચીફ ઓફિસર પાંચાભાઇ માળી  વિચાર પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓએ ગણપતિ રિધ્ધી,સિધ્ધીની વેશભૂષા તૈયાર કરીને દિનદયાળ ચોકથી ગણપતિ વિસર્જન સાથે સમગ્ર શહેરમાં ટાવર રોડ, અવેડા ગેટ, શાકમાર્કેટ પાંજરાપોળ રોડ જેવા જાહેર રસ્તા પર કચરા વિસર્જન યોગ્ય જગ્યાએ થાય તેઓ સંદેશ આપેલ. બાળકો દ્વારા બનાવેલ  સ્વચ્છતા સંદેશ કાર્ડ અને ચોકલેટ પ્રસાદરૂપે વિતરણ કરેલ સ્વચ્છતા પખવાડિયામાં ગણપતિ વેશભૂષા દ્વારા શહેરીજનોને આશ્ચર્યજનક રીતે સંદેશ આપેલ.