એશિયન ટીમ સ્નૂકરમાં પાક. સામે હારતાં ભારતને સિલ્વર

1134

કતરમાં યોજાયેલી એશિયન ટીમ સ્નૂકર ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે ૨-૩થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સ્પર્ધામાં ઉતર્યું હતુ. આજે રમાયેલી ફાઈનલમાં પ્રથમ ગેમમાં જ ભારતના દિગ્ગજ ખેલાડી પંકજ અડવાણીને હરાવીને પાકિસ્તાનના બાબર માસીહે મેજર અપસેટ સર્જ્યો હતો. બાબરે ૮૧ના બ્રેક સાથે ૧૧૦-૨થી પ્રથમ ફ્રેમ જીતી લીધી હતી. આ પછી ભારતના મલકીત સિંઘે ૫૨ના બ્રેક સાથે ૮૧-૪૭થી પાકિસ્તાનના મોહમ્મદ આસિફ સામેની બીજી ફ્રેમ જીતી લીધી હતી અને ટીમને ૧-૧થી બરોબરી અપાવી હતી. આ પછી ડબલ્સ મેચમાં ભારતીય જોડીને ભારે સંઘર્ષ બાદ ૭૦-૭૨થી હારનો સામનો કરવો પડયો હતો. આ પછી રિવર્સ મુકાબલામાં પંકજ અડવાણીએ ૧૦૭-૫થી મુહમ્મદ આસિફને હરાવ્યો હતો. જ્યારે આખરી અને નિર્ણાયક મુકાબલામાં મલકીત સિંઘ ૧૮-૯૮થી બાબર મસીહ સામે હારી જતાં ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો.

Previous articleઅકરમે મલિકની સરખામણી ધોની સાથે કરતા ફેન્સે ઝાટકણી કાઢી
Next articleખેલરત્ન એવોર્ડ માટે કોહલીની પસંદગી માપદંડોને આધારે કરાઈ