રત્નેશ્વર મહાદેવ મંદિર પાસે ગણેશજીની મુર્તિઓનું વિર્સજન

1079

દયાળ નજીક પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિર નજીક વિશાળ સમુદ્રમાં મહુવા પંથકના ગામે ગામના ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. મહુવાના દયાળ ગામ નજીક સમુદ્ર કિનારે પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં વિશાળ સમુદ્ર  આવેલ છે. દર વર્ષે ત્યાં જ ગણપતિ બાપાની મુર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અને પાણી પણ ચોખ્ખું હોઈ છે કોઈ અનિચ્છનીય બનાવ બન બને તે માટે પોલીસ અને ગામના યુવાનો સેવા આપી હતી અને રતનેશ્વર મહાદેવ મંદિરે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તો બહાર ગામથી દુર દુરથી મૂર્તિ વિસર્જન કરવા આવ્યો હોઈ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleદામનગર ખાતે વિનામુલ્યે રક્ત પરિક્ષણ કેમ્પ યોજાયો
Next articleધંધુકા ધોલેરામાં ભારે હર્ષોલ્લાસ વચ્ચે ગણપતિ બાપાનું વિસર્જન