નાગરિક બેંકનો ચૂંટણી જંગ જીતુભાઈ જીત્યા

1664

ભાવનગર નાગરિક સહકારી બેંકના ૧૦ ડિરેકટરોની આજે વર્તમાન જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદાનની ઓછી ટકાવારી થયા બાદ ટાઉન ખાતે થયેલી ગણતરીના અંતે રાત્રીના જાહેર થયેલ પરિણામમાં જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો અને સભાસદોને પરિવર્તન નહીં વિકાસ જોઈતો હોવાનું સાબીત કરી દીધું હતું.

ભાવનગર નાગરિક સહકારી બેંકના તમામ ૧૧ ડિરેકટરોની મુદત પુર્ણ થતા ર૩ સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર  પડાયા બાદ જીતુ ઉપાધ્યાયની વીકાસ પેનલ સામે ગંગાધર રાવળની પરિવર્તન પેનલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જેમાં એ.સી.એસ.ટી. મહિલા અનામતમાં જીતુ ઉપાધ્યાયની પેનલના ઉમેદવાર બિનહરીફ થયા હતાં. જયારે પુરૂષ ૮ તથા મહિલા અનામત – ર મળી કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે આજે મોતીબાગ ટાઉનહોલ ખાતે સવારે ૮ થી સાંજે પ વાગ્યા સુધી મતદાન થયું હતું. જેમાં દિવસભર વિધાનસભાની ચૂંટણી જેવા માહોલ રહ્યો હતો. પરંતુ રપ૬૦૭ સભાસદો પૈકી સાંજે પાંચ વાગ્યા સુધીમાં માત્ર ૪૦૬પ સભાસદોએ જ મતદાન કરતા મતદાનની ટકાવારી ઓછી થઈ હતી.

મતદાન પુર્ણ થયા બાદ ટાઉનહોલ ખાતે જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિકાસ પેનલના કમલેશ મહેતા, જીતુભાઈ ઉપાધ્યાય, ધીરૂભાઈ કરમટીયા, પુર્ણેન્દુભાઈ પારેખ, પ્રદિપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ પોંદા, મહેન્દ્રભાઈ બારૈયા, રફીકભાઈ મહેતર, ચૈતાલીબેન પટેલ તથા દર્શનાબેન જોશીને હરીફ પેનલના ઉમેદવારો કરતા વધારે મતો મળતા. વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

મતગણતરી બાદ જીતુભાઈ સહિત તેમની પેનલના વિજેતા ઉમેદવારોનું શુભેચ્છકોએ ટાઉનહોલ ખાતે જ ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. અને વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ ઉપાધ્યાયે ‘લોકસંસાર’ સાથે કરેલી વાતચીતમાં બેંકની જીલ્લામાં નવી શાખાઓ ખોલવા ઉપરાંત સભાસદો તથા ખાતેદારો માટે વિકાસ કરવા ઉપરાંત એપીએ જીરો ટકા કરવા ઉપર ભાર મુકવામાં આવશે અને ેસભાસદોએ તેમની પેનલ ઉપર મુકેલા વિશ્વાસ બદલ અભાર વ્યકત કર્યો હતો.

 

વિજેતા ઉમેદવારોને મળેલા મતો

કમલેશ મહેતા – રપ૪ર

જીતુભાઈ ઉપાધ્યાય – ર૭ર૦

ધીરૂભાઈ કરમટીયા – ર૪રર

પૂર્ણેન્દુભાઈ પારેખ – ર૬૯૦

પ્રદિપભાઈ દેસાઈ – ર૬૩૩

પ્રવિણભાઈ પોંદા – રપપ૧

મહેન્દ્રભાઈ બારૈયા – ર૪૯ર

રફીકભાઈ મહેતર – ર૩૪૩

ચૈતાલીબેન પટેલ – ર૭૭ર

દર્શનાબેન જોશી – ર૮૩૧

 

પરાજીત ઉમેદવારોને મળેલા મતો

ગંગાધર રાવળ – ૯૯૮

ગુલમહંમદ રાઉમા – ૯૦૬

ધર્મેન્દ્રભાઈ ડાભી – ૮૯૯

ધીરૂભાઈ સોલંકી – ૮૦૩

પદમશીભાઈ જાસોલીયા – ૭૭૯

પ્રવિણભાઈ રાઠોડ – ૯૬૩

રામભાઈ રાઠોડ – ૯૮૪

શૈલેષભાઈ જોશી – ૧૦પ૭

મીનાબેન ગોહેલ – ૯૬૧

રસીદાબેન શેખ – ૯૮૪

Previous articleગણેશજીની પ્રતિમાઓનું નિષ્કલંકના દરિયામાં વિસર્જન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે