તા.૨૪-૦૯-ર૦૧૮ થી ૩૦-૦૯-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1343

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહનો વરતારો નિર્બળ અને નસ્તીક વીચારોનો ત્યાગ કરવાનું સુચવે છે માત્ર રાહુ ગ્રહના બંધનયોગ સીવાય દરેક ગ્રહોનો સહકાર મળે છે. ઈસ્વરના આર્શીવાદ હશે તો આ સમય ન ધારેલી સફળતા આપી શકે છે. નવા પરિચયો ભવિષ્ય માટે લાભદાયી રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને સંતાનોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય અને સ્વભાવ ચિંતાનો વિષય બની શકે છે. જાહેર જીવનમાં પ્રગતી થશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત વિષ્ણુસહસ્ત્ર નામાવલી વાચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મહત્વના કાર્યો અને નિર્ણયો સ્વહસ્તે જ કરવાનું સુચવે છે ભલે કાર્ય સફળતાની ગતી ધીમી હોય પણ સફળતા જરૂર મળશે પરાવલંબી બનવાથી નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. કારણ કે પનોતીનો કપરો સમય શરૂ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માનસીક એકાગ્રતા કેળવીને સમય પસાર કરવા મા જ કાર્યસફળતા માનવી જરૂરી બનશે નવા કાર્યો માટે સમય શુભ નથી મળતો નવા પરિચયો મા પણ વધુ પડતો વિશ્વાસ નિરાશા આપી શકે છે. વાણીવર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોની સલાહ લાભદાયી રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ ફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે કપરો સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પરાક્રમ સ્થાન અને રોગ શત્રુ સ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળબનાવી શકે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોના ત્યાગ કરવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનમાં પ્રતિષ્ઠા વધસે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે સોમવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માનસીક એકાગ્રતાનો અભાવ અને ઉતાવળા સ્વભાવને લઈને નિરાશા અને નિષ્ફળતા બન્ને મળી શકે છે તેથી આત્મવિશ્વાસમા વૃદ્ધી અને ધીરજ બન્ને કેળવવાતી કાર્યોમાં સફળતા મળી શકે છે. કપરા કાર્યો પણ સરળ બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની બાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોથી ચિંતા મળી શકે છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મીશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મીત્રો આપની માટે ગોચર ગ્રહોનું ભ્રમણનું  માત્ર શનીગ્રહની પનોતી જ અશુભફળ આપે છે અન્ય દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે માત્ર જીદ્દી અને અભિમાની સ્વભાવનો ત્યાગ કરશો તો દરેક કાર્યોમાં સફળતા મળશે નવાકાર્યોનું આયોજન પણ સફળ થશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો  અને વડીલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોના કાર્યોમા ધીરજ ધરવી જરૂરી છે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનીવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આદ્યી વ્યાધી અને ઉપાધીનો પરિચય કરાવી શકે છે. એક ચિંતા પૂર્ણ થાય અને બીજી ઉભી થાય તેવુ બની શકે છે. તેથી સત્યનો સ્વીકારીને પરિસ્થિતીને સમજી ને જીવવાથી જ જે પરિસ્થઇતી છે તે સાચવી શકશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણ મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની કાર્યોનું નિરાકરણ મળશે. જાહેર જીવનથી અપયશ મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે રવીવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો અંતીમ તબક્કો અને શુક્ર ગુરૂનો બંધનયોગ અસુભફળ આપી શકે છે. તેમ છતા પરાક્રમ સ્થાન અને લાભ સ્થાન કાર્ય સફળતાના યોગ આપે છે માત્ર જુનાવાણી વિચારો અને આળસવૃત્તીનો ત્યાગ કરવો. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનો સાથે વિવાદોથી દુર રહેવું પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ માત્ર મૌન બનીને કાર્યો અને નિર્ણયો લેશો તો કર્મસ્થાન અને લાભ સ્થાનનીપ્રબળતા શની રાહુના અશુભ ભ્રમણમા પણ કાર્ય સફળતાના યોગ મળે છે તેથી સમય શક્તિનો સદઉપયોગ કરવાથી સફળતા મળી શકે છે. મિત્રોની સલાહથી પણ લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમા ઉતાવળા નિર્ણયો ન લેવા જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુભગવાનનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું વરતારો અપેક્ષા અને ઉચ્ચી આપે છે. પણ કાર્ય સફળતા નબળી આપે છ.ે બુધ શુક્ર સ્વગ્રહી છે. અને ઉચ્ચનો મગળ પણ શુભ માત્ર રાશી પતી શનીગ્રહનો બંધન યોગ ધીમી ગતીએ સફળતા આપે છે તેથી ધીરજ અને સંતોષ બન્ને કેળવવા જરૂરી છે.  મિલ્કત અને વારસાઈ કાર્યોનું સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે.સંતાનોનો સહકાર મળશે આપનું આરોગ્ય જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોેસાળ પક્ષતી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સૂર્ય બુધ મંગળ અને કેતુ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા યથાવત આપી રહેશે માત્ર લાભ સ્થાનનો શનીગ્રહ ભુતકાળમા કરેલા પૂન્યોનું ફળ આપે છે જે અત્યારે કાર્યસફળતા આપવા માટે લાભદાયી રહેશે માત્ર ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા તકલીફો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમા વિલંબ થઈ શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે શનિવારા વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહો સ્થાન બળ પામે છે. કપરા કાર્યો પણ સરળ બનાવી શકે છે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળે છે માત્ર રાશી પતી ગુરૂ અને શુક્ર ગ્રહનો બંધનયોગ મોજશોખ અને આળસવૃત્તીનો ત્યાગ કરવાનું સુચવે છે. મિલ્કત વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સલાહ લાભદાયી રહેશે વડીલોનું આરોગ્ય ચિતા આપી શકે છે. સંતાનો પ્રશ્નોમા ધીરજ ધરવી જરૂરી બનશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે.  યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ કરાઈ